Home Gujarati ગુવાહાટીની 1 કિલો ‘ગોલ્ડન બટરફ્લાઇ’ ચાની હરાજી 75 હજાર રૂપિયામાં થઈ

ગુવાહાટીની 1 કિલો ‘ગોલ્ડન બટરફ્લાઇ’ ચાની હરાજી 75 હજાર રૂપિયામાં થઈ

256
0

ગુવાહાટી: આસામ રાજ્ય ચા માટે માત્ર ભારત જ નહીં, પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં ઊગતી ચાની હરાજી પણ રેકોર્ડ બ્રેક કિંમતમાં થાય છે. હાલમાં જ GTAC (ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર)એ મંગળવારે 1 કિલો ‘ગોલ્ડન બટરફ્લાઇ’ ચાની હરાજી 75 હજાર રૂપિયામાં કરી છે. આ ઓક્શન અત્યાર સુધીનું સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

‘ગોલ્ડન બટરફ્લાઇ’ એ સ્પેશિયલ ચા છે, જે આસામના દિબ્રુગઢ જિલ્લાની ‘ડિકોમ ટી એસ્ટેટ’એ બનાવી છે.

GTACના સેક્રેટરી દિનેશ બિહાણીએ કહ્યું કે, ‘ગોલ્ડન બટરફ્લાઇ’ ચા ગુવાહાટી શહેરની ચાની સૌથી જૂની દુકાને તેના ગ્રાહક માટે ખરીદી છે. આની પહેલાં પણ આ દુકાને રેકોર્ડ બ્રેક પ્રાઇસમાં મૂલ્યવાન ચાની ખરીદી કરી છે. ચાની દુનિયામાં અમારા ઓક્શન સેન્ટરમાં અનેક રેકોર્ડ બને છે અને ટૂટે પણ છે, અમુક ચાની ઓક્શન પ્રાઇસ અમને પણ ચોંકાવી દે છે.

GTAC ચાના ઉત્પાદકોને તેમની કિંમતી ચા વેચવા માટે એક સારું પ્લેટફોર્મ આપે છે. સારી ચાને ખરીદવા માટે ગ્રાહક હંમેશાં તૈયાર જ હોય છે. ચાની ક્વોલિટી જોઈને તેને ધાર્યા કરતાં પણ સારી કિંમત મળે છે. GTAC હાલ સારી ક્વોલિટી અને સ્પેશિયલ ચા માટે દુનિયાનું ફેમસ હબ બન્યું છે.

‘ગોલ્ડન બટરફ્લાઇ’ ચા પહેલાં 31 જુલાઈએ 1 કિલો ‘મનોહરી ગોલ્ડન ટી’ની હરાજી 50 હજાર રૂપિયામાં થઇ હતી. હાલ થયેલા ઓક્શનમાં રેકોર્ડ બ્રેક પ્રાઇસ મળી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Guwahati tea sells for Rs 75,000 for 1 kg