Home Gujarati ગુજરાતમાં માનવતા મહેકી, રોજિંદુ કમાઇને ખાતા પરિવારોને ફૂડ પેકેટ અને અનાજની કિટનું...

ગુજરાતમાં માનવતા મહેકી, રોજિંદુ કમાઇને ખાતા પરિવારોને ફૂડ પેકેટ અને અનાજની કિટનું પોતાના ખર્ચે વિતરણ કર્યું

100
0

અમદાવાદઃ વડાપ્રધાને 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા બાદ શ્રમિકો અને રોજિંદુ કમાઇના ખાતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કેટલાક શ્રમિકો ચાલીને પોતાના વતત જઇ રહ્યાં છે, તો કેટલાક પરિવાર ભૂખ્યા પેટે સૂઇ રહ્યા છે. જોકો કોરોનાના કહેર વચ્ચે મુશ્કેલીમાં મૂકાયેલા આવા પરિવારજનોની મદદે અનેક નાગરિકો અને સંસ્થા બહાર આવી રહી છે. જે આ ગરીબ પરિવારો માટે ફૂડ પેકેટ, અનાજ કિટની સુવિધા પૂરી પાડી રહ્યાં છે તો કેટલાક નાગરિકો વતન જતા શ્રમિકોને આર્થિક સહાય કે પછી વાહનની વ્યવસ્થા કરાવી રહ્યાં છે.

ગરીબ પરિવારને શાકભાજીનું વિતરણ અને બીમારી હોય તો 500ની સહાય
છોટાઉદેપુરના બોડેલી ગામના કેટલાક યુવાનો ગરીબોની વ્હારે આવ્યા છે. આ યુવાનો દ્વારા ગરીબ પરિવારને શાકભાજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ ઘરમાં કોઇ બીમાર હશે તો તેમને 500 રૂપિયાની સહાય કરવામાં આવશે. બોડેલી ગામના યુવાનો આ સેવા 21 દિવસ સુધી ચાલુ રાખશે. જેથી લોકડાઉન દરમિયાન ગરીબ પરિવારને કોઇ સમસ્યા ન થાય. અમદાવાદ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરીબ, ઝુપડપટ્ટી અને જરૂરિયાતમંદોના ઘરે શાકભાજીનું વિતરણ કરવામાં આવશે. મંદિર દ્વારા 2 ટન શાકભાજીના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે, જે અમદાવાદ મહાનગરપાલિકા તંત્રને આપવામાં આવશે. જેથી જરૂરિયાતમંદોને શાકભાજી આપી શકાય.

અમદાવાદના કેટરર્સ એસોસિએશન દ્વારા તૈયાર કરાય છે 10 હજાર ફૂડ પેકેટ
21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવતા દરરોજ કમાઇને ખાનારા નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોકે લોકડાઉન દરમિયાન આવા ગરીબ પરિવારોને બે ટાઇમ જમવાનું મળી રહે એ માટે અમદાવાદ કેટરર્સ એસોસિએશન દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા દરરોજ 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ પેકેટ મનપાને સોંપવામાં આવે છે અને મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પાલીતાણામાં ગરીબોને અનાજનું વિતરણ
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ગરીબ પરિવારને જીવનજરૂી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરના પરિમલ સોસાયટીમાં રહેતા અનામત બાપુ દ્વારા સ્વ ખર્ચે 100 કરતા વધારે લોકોને આ કીટનું વિતરણ કર્યું છે. આ કિટમાં ઘઉં, તેલ સહિતની સામગ્રી આપવામાં આવી રહી છે સાથે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પાલિતાણા અને રાજપીપળાના રહીશોએ પોતાના ખર્ચે ફૂડ પેકેટ, અનાજનું વિતરણ કર્યું