Home Gujarati ખેડૂતે કોરોના વાઇરસના ભયને કારણે 6000 જીવતા મરઘા દાટી દીધા, મેન્ટેનન્સ કોસ્ટ...

ખેડૂતે કોરોના વાઇરસના ભયને કારણે 6000 જીવતા મરઘા દાટી દીધા, મેન્ટેનન્સ કોસ્ટ પોષાતી ન હતી

86
0

કર્ણાટક: કોરોના વાઇરસનો ભય સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે અને તેમાંથી ભારત પણ બાકાત નથી. આ માહોલમાં ફેક ન્યૂઝ પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે. લોકો કોરોના વાઇરસ કેનાથી ફેલાઈ છે તેને લઈને ખોટી માહિતીમાં ફસાઈ જાય છે. લોકો વાઇરસના ભયને કારણે ચિકન ખાવાનું છોડી રહ્યા છે. આ ભયના માહોલમાં કર્ણાટકના એક ખેડૂત નાઝીર અહેમદે 6000 મરઘાને જીવતા જમીનમાં દાટી દીધા.

આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે જેમાં ટ્રકમાં મરઘાને રાખવામાં આવ્યા હતા અને તેને ખાડામાં છુટ્ટા મૂકવામાં આવ્યા. ખેડૂતે આ ઘટના અંગે કહ્યું હતું કે, ‘મારી પાસે કોઈ બીજો ઓપ્શન જ ન હતો. મેં આ મરઘાને પાળવામાં છ લાખ જેટલા રૂપિયા ખર્ચ્યા હતા.’ તેણે એવું પણ ઉમેર્યું કે કોરોના વાઇરસના ભય પહેલાં મરઘાં 50થી 70 રૂપિયામાં વેચાતા હતા પરંતુ કોરોનાના કેરને કારણે ભાવ ઘટીને સીધો 5થી 10 રૂપિયા થઇ ગયો. ભાવ ઘટાડા બાદ મેન્ટેનન્સનો ખર્ચ તેને પોષાતો ન હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


A farmer slaughters 6000 live poultry for fear of coronary virus