Home Gujarati ‘કેસેરા પિત્ઝા’ના અજીબ નામ ધરાવતા લોકો માટેના ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટમાં ‘003’ નામ...

‘કેસેરા પિત્ઝા’ના અજીબ નામ ધરાવતા લોકો માટેના ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટમાં ‘003’ નામ ધરાવતો યુવક વિજેતા બન્યો

126
0

યુક્ટાન: મેક્સિકોના યુક્ટાનના મેરિદા શહેરમાં એક ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે. ‘કેસેરા પિત્ઝા’ નામના પોપ્યુલર પિત્ઝા મેકરે અજીબ નામ ધરાવતા લોકો માટે ફ્રી પિત્ઝા કોન્ટેસ્ટ રાખ્યો હતો. આ કોન્ટેસ્ટમાં સૌથી અજીબ પ્રકારના નામના વ્યક્તિને ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કોન્ટેસ્ટમાં વેસિંગેટરોઝ, નીવિયા અને બાહજિબાદી નામના વ્યક્તિ ફાઇનલ સુધી પહોંચ્યા હતા. તેવામાં ‘સેરો સેરો ટ્રેસ’ નામના વ્યક્તિએ પોતાનું નામ જણાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. સ્પેનિસ ભાષામાં તેનો અર્થ ‘ઝીરો ઝીરો થ્રી’ થાય છે. ‘003’ નામનો વ્યક્તિએ તમામ સ્પર્ધકોને પાછળ ધકેલી વિજેતા બન્યો છે. બદલામાં તેને 2 પિત્ઝા ફ્રીમાં મળ્યા.

મેક્સિકન પેરેન્ટ્સ તેમના બાળકોના આ પ્રકારે જ અનોખા નામ રાખતા હોય છે પરંતુ ‘003’ એકદમ હટકે છે. કોન્ટેસ્ટના એક આયોજકના જણાવ્યા અનુસાર, યુવકે પોતાનું નામ જણાવ્યું તો પ્રથમ એવું લાગ્યું કે તેણે જાતે કાયદાકીય રીતે પોતાનું નામ બદલ્યું હશે. પરંતુ તપાસમાં માલુમ પડ્યું કે આ નામ તેના માતાપિતાએ રાખ્યું છે.

‘સેરો સેરો ટ્રેસ’ માતાપિતાની ત્રીજી સંતાન
‘સેરો સેરો ટ્રેસ’અર્થાત ‘003’ના જણાવ્યા અનુસાર, બાળપણમાં તેને પરિવારજન બૈબિંનોના નામથી બોલવતા હતા. તે પોતે અમેરિકામાં રહેતો હતો. મેક્સિકો પરત ફરવા પર તેના માતાપિતાએ બર્થ સર્ટિફિકેટ બતાવીને આખું નામ જણાવ્યું હતું. 15 વર્ષની વયે તેને પોતાના સાચાં નામની જાણ થઈ હતી.

સેલિબ્રિટી જેવી ફીલિંગ
બર્થ સર્ટિફિકેટમાં માત્ર ‘003’ આંકડાનું નામ રજીસ્ટર ન થતું હોવાથી તેનાં પેરેન્ટ્સે નામની સાથે ટ્રેસ સેંટોસ ચેબલ ઉમેર્યું હતું. તેને લીધે સ્કૂલમાં ‘003’ને અન્ય બાળકો ચિડવતાં હતા. સમય જતા તેણે સ્વીકાર્યું કે તેનું નામ ‘003’ છે અને એ જ તેની ઓળખ છે. હવે લોકો તેને ચીડવે તો તે ગુસ્સે થતો નથી. આવા અજીબ નામ માટે લોકો તેને મળવા ઇચ્છતા હોય છે તેથી તેને સેલિબ્રિટી જેવી ફીલિંગ આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Youth named ‘003’ wins winner in Free Pizza Contest for people with strange names of ‘Casera Pizza’ In mexico