Home Gujarati એજન્સી | ઇસ્લામાબાદ / મુજફ્ફરબાદ

એજન્સી | ઇસ્લામાબાદ / મુજફ્ફરબાદ

264
0


એજન્સી | ઇસ્લામાબાદ / મુજફ્ફરબાદ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં કરાયેલા પરિવર્તન પછી અકળાયેલા પાકિસ્તાનને હજુ પણ ઝેર ઓકવાનું ચાલું રાખ્યું છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીઅોકેની વિધાનસભાને સંબોધતા પાક. વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો સમગ્ર વિશ્વ જવાબદાર હશે. તેમને ડર વ્યક્ત કરતા કહ્યું હતું કે બાલાકોટથી પણ વધુ ખતરનાક પ્લાન ભારત કરી રહ્યું છે. બીજીબાજુ પાક. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ કહ્યું કે અમે કાશ્મીરીઓને એકલા નહીં છોડીએ. તેઓ અમારા છે. અમે ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જંગ ચાલુ રાખીશું. તો બીજીબાજુ પાક. આર્મી ચીફ બાજવાએ કહ્યું કે તેઓ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. દુશ્મનના ઇરાદાની તેમને જાણ છે. કાશ્મીરીઓ માટે અમે એક મજબૂત દીવાલ તરીકે ઊભા રહીશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today