Home Gujarati અંતરિક્ષયાત્રીઓએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કૂકીઝ, ચોકલેટ અને ચિપ્સ બનાવ્યાં, બે કલાકનો...

અંતરિક્ષયાત્રીઓએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કૂકીઝ, ચોકલેટ અને ચિપ્સ બનાવ્યાં, બે કલાકનો સમય લાગ્યો

121
0

હ્યુસ્ટનઃ અત્યાર સુધી આપણે ધરતી પર બનેલા જ કૂકીઝનો સ્વાદ ચાખ્યો હતો. પરંતુ હવે ભવિષ્યમાં અંતરિક્ષમાં બનેલા કૂકીઝ પણ ખાઈ શકાશે. તાજેતરમાં જ અંતરિક્ષયાત્રીઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પહેલીવાર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કૂકીઝ, ચોકલેટ અને ચિપ્સ બનાવીને અનોખો રેકોર્ડ બની ગયો છે. કૂકીઝને અવકાશમાં રાંધવા માટે ડિસેમ્બરમાં ખાસ અવન ISSમોકલવામાં આવ્યું હતું. આ અવન ઝીરો ગ્રેવિટીમાં કામ કરે છે. તેમાં કૂકીઝ બનાવવામાં પૃથ્વીની સરખામણીએ બે કલાકનો વધુ સમય લાગ્યો. તેનો પ્રયોગ ઇટલીના અંતરિક્ષયાત્રી લૂસા પરમિતાનો દ્વારા કરવામાં આવ્યો છે.

તેમણે હિલ્ટન હોટલ તરફથી બનાવવામાં આવેલા રો ફૂડ મટિરિયલની કણેકને અવનમાં રાંધીને 5 કૂકીઝ તૈયાર કર્યા છે. કૂકીઝ દેખાવમાં પૃથ્વી પર બનતા કૂકીઝ જેવા જ છે. કોઈએ આ કૂકીઝનો સ્વાદ ચાખ્યો નથી. તેથી, તે કેવી રીતે બનાવવામાં આવી છે તે વિશે અત્યારે કંઈ કહી નહીં શકાય. આ કૂકીઝને અવકાશયાત્રીઓ દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવી છે, જે હ્યુસ્ટન લેબમાં સુરક્ષિત છે.

બેકિંગ પાઉચમાં રાખવામાં આવ્યા છે
કૂકીઝને હ્યુસ્ટનમાં એક ફ્રોઝન લેબમાં સ્પેસએક્સ કેપ્સ્યુલ તરીકે એક ખાનગી બેકિંગ પાઉચમાં રાખવામાં આવ્યા છે. આ પાઉચ સ્પેસ ફ્લાઇટ કન્ટેનરમાં મૂકવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝીરો ગ્રેવીટી અવન બનાવનાર નેનોરેક્સે એવો અંદાજ લગાવ્યો હતો કે, અંતરિક્ષમાં પહેલીવાર ધરતી પરથી મોકલવામાં આવેલી ખાદ્ય સામગ્રીને બેક કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગશે, પરંતુ બેકિંગનું કામ ફક્ત 2 કલાકમાં થઈ ગયું. નાસાના જ્હોનસન સ્પેસ સેન્ટર નજીક સ્થિત નેનોરેક્સે તેને નવેમ્બર મિહનામાં બનાવ્યું હતું.

ઇટલીના અંતરિક્ષયાત્રીએ બેક કર્યા
લૂસા પરમિતાનોએ ડિસેમ્બર મહિનામાં કૂકીઝ બેક કર્યા હતા. તેમણે એક પછી એક કુલ પાંચ બિસ્કિટ બેક કર્યા. પહેલું કૂકીઝ બેક કરવામાં 25 મિનિટ લાગી. તેને 300 ફેરનહિટ પર બેક કરવામાં આવ્યું હતું. જો કે, આ કૂકીઝ પરફેક્ટ રીતે બેક નહોતું થયું. બીજું-ત્રીજું કૂકીને બેક કરવામાં અગાઉની સરખામણીએ બમણો સમય લાગ્યો અને આ પણ સારી રીતે બેક ન થયું. આ જ ક્રમમાં, ચોથી-પાંચમી કૂકી યોગ્ય રીતે બેક થઈ. જેને ખાવાલાયક હોવાનો દાવો કરવામાં આવ્યો. આ કૂકીને બે કલાક માટે બેક કરવામાં આવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Astronauts made cookies, chocolates and chips at the International Space Station