Home Gujarati સાયણ ગ્રામ પંચાયત ઉપ સરપંચને હોદ્દા પરથી દુર કરવાના કારણોસર નોટીસ આપવામાં...

સાયણ ગ્રામ પંચાયત ઉપ સરપંચને હોદ્દા પરથી દુર કરવાના કારણોસર નોટીસ આપવામાં આવી

5
0

ઓલપાડ તાલુકા સાયણ ગામે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીય લોકો લોકડાઉનને લઈને ફસાતા તેમના માટે જમવાની વ્યવસ્થા કરવા રાજ્ય સરકારની સુચનાને ધ્યાનમાં લઈને ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીએ સાયણ ગ્રામ પંચાયતને કામગીરી સોપવા આવેલ ત્યારે ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીની લેખિત સૂચનાઓને અવગણી સાયણ ગ્રામ પંચાયતના ગત તારીખ ૨૫/૦૪/૨૦૨૦ ના રોજના ઇન્ચાર્જ સરપંચ અશ્વિન રમેશચંદ્ર ઠક્કર એ પરપ્રાંતીય અસરગ્રસ્તોને ગેરમાર્ગે દોરવા માઈકથી પ્રચાર કરાવી સામાજિક અલગાવનો ભંગ થાય અને લોકોના ટોળા ઉમટે તેવી પરિસ્થતિનું નિર્માણ કરી COVID-19 અંતર્ગત સરકારની ગાઈડ લાઇનનો ભંગ કરવા સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ભોજન વિતરણ કામગીરીમાં અવરોધ પેદા કર્યો હતો.

મનસ્વી અમલ કરાયો

સરકારી આદેશ મુજબના લોક ડાઉન ની છૂટછાટ નો અમલ કરાવવાને બદલે સક્ષમ અધિકારીની મંજુરી વિના મનસ્વી રીતે ગત તારીખ ૦૪/૦૪/૨૦૨૦, ૧૭/૦૪/૨૦૨૦, અને ૨૭/૦૪/૨૦૨૦ આમ ૩ વખત સમયમાં ફેરફાર કરી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૩૮ [૧] [ક] અનુસાર વ્યાજબી કારણ વગર સક્ષમ અધિકારીની સુચનાનો અવરોધ થાય તેવી કાર્યવાહી અને ૩૮ [ગ] અનુસાર આપત્તિની ઘટનાનું ખોટું અર્થઘટન કરી સમુદાયમાં આતંક પેદા કરે તેવું ગુનાહિત કૃત્ય કરવા બદલ ઓલપાડ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ વાય.એમ.ચુડાસમાએ ફોજદારી કાર્યસંહિતાની કલમ-૧૫૪ હેઠળ ૨૭/૦૪/૨૦૨૦ ના રોજ ૧૮૮, ૨૬૯ મુજબ અશ્વિન આર. ઠક્કર વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરવા સહિતના મુદ્દે પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત સુરત ને લેખિત ફરિયાદ કરવા સાથે ઓલપાડ ઇન્ચાર્જ ટી..ડી. ઓ હિમાંશુ પટેલના લેખિત રીપોર્ટને આધારે અશ્વિન આર. ઠક્કરને સાયણ ગ્રામ પંચાયત ઉપ સરપંચ ના હોદ્દા પરથી દુર કરવાના કારણોસર ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭ [૧] મુજબ કારણદર્શક નોટીસ આપી દિન ૧૫ માં ખુલાસો કરવા જણાવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લોકડાઉનના નિયમમાં ફેરફાર થયા બાદ મનસ્વી રીતે સમયમાં ફેરફાર કરતા નોટિસ અપાઈ છે.(ઉપસરપંચની ફાઈલ તસવીર)