Home Gujarati શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ,...

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

15
0

શહેરમાં નવા 164 કેસ સામે આવ્યા છે. ત્યારે કુલ 2543 પોઝિટિવ દર્દીઓ થયા છે. જ્યારે આજે 19 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 128 લોકોના મોત નીપજ્યા છે.જ્યારે અત્યાર સુધીમાં 241 દર્દી સાજા થયા છે.કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે કુલ 2016 એક્ટિવ કેસ છે. જેમાંથી 1988ની હાલત સ્થિર છે. જ્યારે 28 દર્દી વેન્ટીલેટર પર છે. આજે 29 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે.આ ઉપરાંત જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જઝોનમાં છે.

27 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

સેવાની આડમાં દારૂ પીને ફરતો શખ્સ ઝડપાયો
ઓઢવ પોલીસે લોકડાઉન દરમ્યાન સેવાની આડમાં દારૂ પીને ફરતા જીતેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે.રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી જરૂરિયાતમંદ લોકોની સેવા માટે કાર્ડ મેળવ્યું હતું. તેનીગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.

53 લાખ વસતિનું સર્વેક્ષણ,18220 સેમ્પલ લીધા અને 1263 કેસ પોઝિટિવ આવ્યા

મ્યુનિસિપલ કમિશનરે ટેસ્ટ અંગેકહ્યું કે,આપણે અત્યાર સુધીમાં કુલ 23702 ટેસ્ટ કર્યાં છે, જે પર મિલિયન 3950 ટેસ્ટ છે. તેમજ આવતીકાલ સુધીમાંપર મિલિયન ટેસ્ટ 4000થી વધુ થઈ જશે.સરેરાશ દરરોજ 670 ટીમો ફિલ્ડમાં કામ કરે છે. એક લાખ ઘરમાં 53 લાખ વસતિનું સર્વેક્ષણ થઈ રહ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 18220 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી 1263 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ કેસો સામેથી શોધી કાઢ્યા છે. હાલ ડબલિંગ રેટ 8 દિવસ સુધી પહોંચાડી દીધો છે. તેમજ મૃત્યુદર પણ ઘટી રહ્યો છે. આપણે કેસો અને મૃત્યુની સંખ્યા ઘટાડવા પ્રયાસો કરવાના છે. સિનિયર સિટિઝન અને હાઈ રિસ્ક ધરાવતા નાગરિકોને પ્રોટેક્ટ કરવાની જવાબદારી લેવી પડશે અને તેમને ઈન્ફેક્શનનો ભોગ બનતા અટકાવવા પડશે.

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોરોનાનો કહેર કોટ વિસ્તારમાં અને બહેરામપુરા વિસ્તારમાં જે રીતે ફેલાયો છે તેમાં સિનિયર કોર્પોરેટર બદરુદ્દીન શેખ સપડાયા બાદ હવે બહેરામપુરાના જ મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને ગભરામણ સહિતની ફરિયાદ થતા તેઓ હોસ્પિટલ ગયા હતા જ્યાં રિપોર્ટ કરાવતા તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી કોરોના વાઈરસ ફેલાયો, જેલમાં બે કેદીનો રિપોર્ટ પોઝિટિવ

રાજયમાં કોરોના વાઇરસના કેસો અમદાવાદમાં સતત વધે છે. દરેક વિસ્તારમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સહિતના લોકો તેનો ભોગ બની રહ્યાં છે, ત્યારે હવે આ વાઇરસ સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પણ ફેલાયો છે. સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail


Corona Ahmedabad LIVE corona positive case found in sabarmati jail