Home Gujarati વેડરોડ પર હોલસેલરને ત્યાં પાનની દુકાનો વાળાએ સોપારી-તમાકુની ખરીદી માટે લાઈનો લગાવી

વેડરોડ પર હોલસેલરને ત્યાં પાનની દુકાનો વાળાએ સોપારી-તમાકુની ખરીદી માટે લાઈનો લગાવી

5
0

કોરોના વાઈરસના પગલે લોકડાઉનના ત્રણ તબકક્કા સજ્જ રહ્યા બાદ ચોથા તબક્કામાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે વેડરોડ વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન બહાર પાન માવાના હોલસેલરની દુકાનો ખુલી છે. જેમાં પાન માવાની દુકાન ધરાવતાં લોકોએ લાઈનો લગાવીને સોપારી તમાકુ સહિતના જથ્થાની ખરીદી કરી છે. હોલસેલ ડિલરોને ત્યાં પાન માવાના દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહીને દુકાનો શરૂ કરવા માટેનો સ્ટોક ખરીદયો છે.

સ્ટોકના અભાવે અમુક દુકાનો બંધ

વરાછા અને કતારગામ વિસ્તારમાં હજુ પણ અમુક પાન મસાલાની દુકાનો પર સ્ટોક ન હોવાના કારણે બંધ રાખવાની સ્થિતિ નિર્માણ થઈ છે. ઉપરથી માલ ન આવતો હોવાથી સ્ટોકની અછત સર્જાઈ છે. અમુક ટોબેકોના ડિલર પાસે માલ આવી ગયો હોવાથી ત્યાં લાઈનો લગાવવા દુકાનદારો મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. મહત્વપૂર્ણ છે કે, લોકડાઉનના બીજા અને ત્રીજા તબક્કા દરમિયાન 10 રૂપિયાના મસાલાના 20થી 25 રૂપિયા સુધીના કાળાબજાર કરવામાં આવ્યાં હતાં. જો કે હવે થોડા દિવસોમાં સ્થિતિ પૂર્વવત બની જશે તેમ પાન પાર્લરવાળાનું માનવું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પાન મસાલાની દુકાનો વાળાએ હોલસેલરને ત્યાં ખીરીદી માટે લાઈનો લગાવી છે.