Home Gujarati વેડરોડના કાપડ વેપારી સાથે મહિલાએ શરીર સંબંધ બાંધી બ્લેકમેલ કરી10 લાખ માંગ્યા

વેડરોડના કાપડ વેપારી સાથે મહિલાએ શરીર સંબંધ બાંધી બ્લેકમેલ કરી10 લાખ માંગ્યા

4
0

સરથાણા જકાતનાકા વિસ્તારની મહિલાએ ડભોલીના કાપડ વેપારી સાથે ફેસબુક પર મિત્રતા કરી શરીર સંબંધ બાંધી વેપારીને બ્લેકમેલ કરી 10 લાખ રૂપિયા માંગ્યા હતા.

પંકજને જણાવ્યું કે, તે ડિવોર્સી છે. હાલ એકલી રહે છે. પંકજે કહ્યું કે, તે પરણેલો છે

વેડરોડ પર ડભોલી ચાર રસ્તા પાસે આશીર્વાદ સોસાયટીમાં રહેતો પંકજ પોપટ સવાણી( મૂળ રહે.ખોપાળા ગામ, તાલુકા ગઢડા,જિલ્લો બોટાદ) કાપડનો વેપાર કરે છે. પંકજ પરિણીત છે અને એક દીકરી તથા એક દીકરો છે. સપ્ટેમ્બર 2019માં પંકજને ફેસબુક પર આરોપી કૃપા કનુભાઈ ડોબરિયા( 25 વર્ષ,રહે.કવિતા રો-હાઉસ સરથાણા જકાતનાકા) એ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ પંકજ અને કૃપા મળતા હતા. કૃપાએ પંકજને જણાવ્યું કે, તે ડિવોર્સી છે. હાલ એકલી રહે છે. પંકજે કહ્યું કે, તે પરણેલો છે. ત્યાર બાદ કૃપાએ પંકજને શરીર સંબંધ બાંધવાનું કહેતા બંને કામરેજથી આગળ મનીષા હોટલમાં ગયા હતા. જયાં બંનેએ મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ કૃપા પંકજને બ્લેકમેલ કરવા લાગી હતી.

હસમુખે પણ બદનામી ન થાય તે માટે કૃપા સાથે 30 લાખમાં સમાધાન કર્યું હતું

તે કહેતી લગ્ન કરી લે, પંકજ પરણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. ત્યારબાદ કૃપાએ 10 લાખ માંગ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો ઘરે તેના સંબંધની જાણ કરવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ત્યાર પછી પંકજે કૃપા વિરુધ્ધ ચોકબજાર પોલીસમાં અરજી કરી હતી. અરજીની તપાસમાં ખબર પડી કે હસમુખ કરમશી કાકડિયા વિરુદ્ધ પણ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ આપી હતી. ત્યારે હસમુખે પણ બદનામી ન થાય તે માટે કૃપા સાથે 30 લાખમાં સમાધાન કર્યું હતું. તેમજ પંકજનો મિત્ર નિલેશ ઉર્ફે પીટર પાસેથી પણ કૃપાએ આવી રીતે 6 લાખ પડાવ્યા હતા.કૃપાએ પંકજ વિરુદ્ધ પણ કામરેજ પોલીસમાં અરજી આપી હતી. નિલેશે પંકજને ફોન કરીને કહ્યું કે, કૃપા સાથે સમાધાન કરી નાખે. નિલેશે મહેશ દેવાણી નામના યુવકનો સંપર્ક કરાવ્યો હતો. મહેશે અલ્પેશ ડોંડા સાથે સંપર્ક કરાવ્યો હતો. પંકજને જાણવા મળ્યું કે, પંકજ કૃપા સાથે જોડોયેલો છે. પંકજે ત્રસ્ત થઈને કૃપા વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગ કરીને રૂપિયા પડાવવાની ફરિયાદ નોંધાવી છે. જોકે ફરિયાદમાં માત્ર કૃપાને જ આરોપી બનાવી છે. બીજા કોઈને તેમાં આરોપી બનાવવામાં આવ્યા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today