Home Gujarati લાંબા વાડી વિસ્તારમાં ભારે પવનના કારણે પવનચક્કી ધરાશાયી થઇ, વીડિયો વાઇરલ

લાંબા વાડી વિસ્તારમાં ભારે પવનના કારણે પવનચક્કી ધરાશાયી થઇ, વીડિયો વાઇરલ

4
0

કલ્યાણપુર તાલુકાના લાંબા વાડી વિસ્તારમાં આજે મંગળવારે ભારે પવન ફૂંકાતા પવનચક્કીના પાંખીયા તૂટીને હવામાં ફોગોળાયા હતા અને જમીન પર પડ્યા હતા. બાદમાં પવનચક્કીનો થાંભલાનો ભાંગીને ભુક્કો થઇ ગયો હતો. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પવનચક્કીના પાંખીયા હવામાં ઉડતા હોય તેવા દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જ્યારે થાંભલાનો કાટમાળ દૂર દૂર સુધી ફેંકાયો હતો. પાંખીયા પણ દૂર સુધી ઉડીને ખેતરો પડ્યા હતા.

(સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પવનચક્કી ધરાશાયી થઇ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ