Home Gujarati રોગપ્રતિકારક શક્તિ વધારવા બોપલના નાગરિકોને આયુર્વેદિક ઉકાળો અને દવા મફતમાં આપવામાં આવશે

રોગપ્રતિકારક શક્તિ વધારવા બોપલના નાગરિકોને આયુર્વેદિક ઉકાળો અને દવા મફતમાં આપવામાં આવશે

16
0

રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કેસો વધ્યા છે જેના કારણે જિલ્લામાં આવતા બોપલ વિસ્તારમાં કેસો ન વધે તેની તકેદારી નગરપાલિકા અને તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાથી રોગપ્રતિકારક શકિત વધારી શકાય છે. બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે નગરપાલિકા દ્વારા મફત આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ફ્લેટ- સોસાયટીના ચેરમેન દ્વારા લેટરપેડ પર સોસાયટીના કેટલા લોકોને ઉકાળો અને દવાની જરૂરિયાત છે તેની વિગત લખી નગરપાલિકાના ચેરમેન જીગીષાબેન શાહને મોકલાવી શકે છે. ત્રણ દિવસ બાદ તેઓને ઉકાળો અને દવા પોહચાડવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona Ahmedabad LIVE, Ayurvedic medicines be provided free to the citizens of Bopal