Home Gujarati રાજ્યમાં ફરી પેટાચૂંટણીઓ યોજાશે, કમલમ ખાતે ભાજપે રણનીતિ ઘડી 8 બેઠકો માટે...

રાજ્યમાં ફરી પેટાચૂંટણીઓ યોજાશે, કમલમ ખાતે ભાજપે રણનીતિ ઘડી 8 બેઠકો માટે બબ્બે હોદ્દેદારો નિમ્યા

4
0

આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને આજે ભાજપ કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ હાજર રહ્યા હતા. કમલમ ખાતે ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઈ હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણીને લઈને ચર્ચા કરી હતી. વિધાનસભાની 8 પેટાચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ હતી. સરકારના 8 મંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ હતી.

ભાજપની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે હોદ્દેદારોની નિયુક્તિ
1. ગઢડા -કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા,
2. કરજણ- પ્રદીપસિંહજાડેજા અને શબ્દસરણ બ્રહ્મભટ્ટ,
3. ધારી- ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરી
4. અબડાસા- ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે સી પટેલ,
5. લીંબડી- આર.સી.ફળદુ અને નીતિન ભારદ્વાજ,
6. ડાંગ- ગણપત વસાવા અને પૂર્ણશ મોદી,
7. કપરાડા- ઈશ્વરસિંહ પટેલ અને ભરતસિંહ પરમાર,
8 . મોરબી- સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજા.

વિધાનસભા પેટાચૂંટણીને લઈને હોદ્દેદારો નિમાયા
ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ જે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી આવનાર છે. તે તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ બેઠક દીઠ બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી. વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વતૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી કરશે.

બેઠકમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહ્યા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

5 કોંગી ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા થોડા સમયથી રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો આમને-સામને જોવા મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોએ ચૂંટણી અગાઉ રાજીનામાં આપ્યા હતા. ત્યારબાદ હાલમાં રાજીનામાં આપેલા અંદાજે 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


BJP core committee meeting chaired by Jitu Waghan today, Vijay Rupani and Nitin Patel will be present