Home Gujarati રાજ્યમાં કોરોના સંક્રમણની સાથે મૃત્યુઆંકમાં પણ અમદાવાદ પહેલું, અત્યાર સુધીમાં 576 લોકોએ...

રાજ્યમાં કોરોના સંક્રમણની સાથે મૃત્યુઆંકમાં પણ અમદાવાદ પહેલું, અત્યાર સુધીમાં 576 લોકોએ જીવ ગુમાવ્યાં

16
0

પૂર્વમાં આવશ્યક વસ્તુઓ સિવાય બધું પ્રતિબંધિત છતાં લોકો ઘર બહારઅમદાવાદ: શહેરમાં અત્યાર સુધીમાં 8,945 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 576એ પહોંચ્યો છે. જ્યારે 3023 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આમ સતત 21માં દિવસે શહેરમાં 250થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દરરોજ અંદાજે 20થી 30 લોકોના કોરોનાના કારણે મોત થાય છે. અમદાવાદમાં સૌથી વધારે કેસો પૂર્વ ઝોનમાંથી આવે છે.
પૂર્વમાં આવશ્યક વસ્તુઓ સિવાય બધું પ્રતિબંધિત છતાં લોકો ઘર બહાર
જ્યારે પૂર્વ વિસ્તારમાં માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની જ છૂટ આપવામાં આવી હોવાછતાં સવારથી જ લોકો બહાર નીકળતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો વસ્તુઓ લેવા નીકળ્યા હતા. પૂર્વ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ થાય તે માટે કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યો હતો અને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી છતાં લોકો બહાર નીકળ્યા હતાં.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad LIVE, The death toll in Ahmedabad reached 576