Home Gujarati રક્ષાબંધનના બે દિવસ પહેલા બહેનની સામે જ સગા ભાઈની ધર્મના ભાઈએ હત્યા...

રક્ષાબંધનના બે દિવસ પહેલા બહેનની સામે જ સગા ભાઈની ધર્મના ભાઈએ હત્યા કરી, 6 દિવસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા

3
0

ઠક્કરબાપાનગર વિસ્તારમાં વસંતનગરમાં રક્ષાબંધનના બે દિવસ પહેલા જ બહેનની સામે ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. ધર્મના ભાઈએ બહેનના સગા ભાઇની અંગત અદાવતમાં છરીના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. કૃષ્ણનગર પોલીસે માથાભારે શખ્સ વિજય ચુનારા સહિત ચાર શખ્સની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રસ્તા વચ્ચે છરીના ઘા માર્યા
ભાઈના વિધિવત લગ્નની અને રક્ષાબંધનની તૈયારીઓ કરી રહેલી બહેનને કલ્પના પણ ન હતી કે, થોડા સમયમાં ભાઈ હવે દુનિયામાં નહિ હોય. ઠક્કરબાપા નગરમાં વસંતનગર ખાતે રહેતાં 26 વર્ષીય ધર્મેશ અશોક રંગારેએ 6 દિવસ અગાઉ તેની ચાલીમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. વિધિવત લગ્નની તારીખ નક્કી હોવાથી પરિવારજનો લગ્નની અને રક્ષાબંધનની તૈયારીઓમાં વ્યસ્ત હતા. શુક્રવારે રાત્રે ધર્મેશ અને તેની બહેન દક્ષા નાસ્તો લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં દક્ષાએ જેને ધર્મનો ભાઈ માન્યો હતો અને માથાભારે શખ્સ વિજય કાંતિ ચુનારા, તેના ભાઈ ભરત અને તેમના સાગરીતોએ ધર્મેશ અને દક્ષા બંન્નેને રોક્યા હતા. વિજય અને અજય ઝંડાવાળાએ પોતાની પાસેના ચાકુ કાઢી દક્ષાની નજર સામે જ તેના ભાઈ ધર્મેશને ચાકૂના અસંખ્ય ઘા મારી દીધા હતા. ધર્મેશને બચાવવા આવેલા કમલેશને પણ આરોપીઓએ તારા પણ આ જ હાલ કરીશું તેમ જણાવી સાઈડમાં રહેવા કહ્યું હતું.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
દક્ષા અને તેના પરિવારે સાંકડી ગલીમાં એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હોઈ ઈજાગ્રસ્ત ધર્મેશને લારીમાં નાંખી ઠક્કરનગર બસ સ્ટેન્ડ સુધી લઈ ગયા ત્યાંથી 108માં સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. શનિવારે સવારે ધર્મેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે દક્ષા રાઠોડની ફરિયાદને આધારે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. જોકે સારવાર દરમિયાન ધર્મેશનું મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરવા તજવીજ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મૃતકની તસવીર