Home Gujarati યુપી સરકારની જાહેરાતની સુરતમાં અસર ફ્રીમાં ટ્રેનથી જવા 15 હજાર શ્રમિકો ઉમટ્યા

યુપી સરકારની જાહેરાતની સુરતમાં અસર ફ્રીમાં ટ્રેનથી જવા 15 હજાર શ્રમિકો ઉમટ્યા

13
0

યુપી સરકારે શ્રમિકોને ફ્રીમાં ટ્રેન માં લઈ જવાની જાહેરાત કરી છે. જેને લઈ મંગ‌ળવારથી પાંડેસરા પોલીસે શ્રમિકોની ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. કિકેટ ગ્રાઉન્ડ પર બિહાર અને ઓરિસ્સાના શ્રમિકો પણ આવી જતાં પોલીસે યુપીની ટ્રેન માટે રજીસ્ટ્રેશનની વાત કરતા તેઓ જતા રહ્યા હતા. યુપી જવા લોકો ભરતાપમાં લાંબી લાઇનોમાં ઊભા રહયા હતા. 8 થી 9 લાખ જેટલા યુપીના લોકો રોજીરોટી માટે સુરત રહે છે. પોલીસે 18 કાઉન્ટર શરૂ કર્યા હતા.

એક જ દિવસમાં પોલીસે 15 હજારથી વધુ ફોર્મ ભરાવ્યા હતા. પોલીસે જે 15 હજાર લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું તે નામોની ડેટા એન્ટ્રી કરી 1600 નામો પ્રમાણે લિસ્ટ તૈયાર કરી 10 ટ્રેનોની માંગણી કરાશે. કલેકટર કચેરીથી મંજૂરી મળતા શ્રમિકોને મોકલવામાં આવશે. યુપી સરકાર દ્વારા ટ્રેનના ભાડાની ચૂકવણીની જાહેરાત કરાય છે, ત્યારે કારીગરોને ભાડા પેટેનું ફંડ મળે માટે સચિન નોટીફાઈડ ચેરમેન મહેન્દ્ર રામોલિયા દ્વારા હસ્તક્ષેપ કરીને 2 ટ્રેન યુપી અને પ્રતાપગઢના કારીગરોને રૂ.24 લાખ જેટલુ કુલ ભાડુ અપાવવામાં આવ્યું છે.
અત્યાર સુધી સુરતથી કુલ 3.78 લાખ લોકો વતન પહોંચ્યા
શહેર ‌જિલ્લામાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી બસ દોડાવવાની મંજુરી અપાતા રાજ્યના ચાર ઝોનમાં જ્યાં ઓછા કેસો છે ત્યાં બુધવારથી બસ સેવા શરૂ કરાશે.મંગળવારે સુરતથી ૧૧૫ બસ દોડી હતી. વાહન વ્યવહાર મંત્રી દ્વારા રાજ્યમાં એસટી બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૧૭૬ બસ સુરતથી ભાવનગર, મહેસાણા, બોટાદ, રાજકોટ, પોરબંદર, ગીર-સોમનાથ, જુનાગઢ સ‌હિતના ‌જિલ્લાઓમાં મોકલવામાં આવી હતી.
યુપી માટે 24, ઝારખંડ માટે 1 અને બિહાર માટે 7 ટ્રેન દોડશે
બુધવારે યુપી માટે એક જ દિવસમાં 24 ટ્રેન જેટલી રવાના કરાશેે. સુરત રેલવે સ્ટેશન ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન ચલાવવાનું આયોજન કરી દેવાયું છે. ‌બિહાર માટે 7 ટ્રેન અને ઝારખંડ માટે 1 ટ્રેન દોડાવવામાં આ‍વશે.બુધવારે વધુ 32 ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનથી ત્રણ ટ્રેન દોડાવવામાં આવશે. કુલ 32 ટ્રેનમાં 51,200 મજુરો ઉત્તર પ્રદેશ, ‌બિહાર અને ઝારખંડ પહોંચી જશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


As many as 15,000 workers flocked to Surat by train for free in the wake of the UP government’s announcement