Home Gujarati ભેસ્તાનમાં આસામવાસી મજૂરે ફાંસો ખાધો, બેરોજગાર અને ભૂખમારાને લઈ પગલું ભર્યાની આશંકા

ભેસ્તાનમાં આસામવાસી મજૂરે ફાંસો ખાધો, બેરોજગાર અને ભૂખમારાને લઈ પગલું ભર્યાની આશંકા

5
0

ભેસ્તાન વિસ્તારમાં આવેલા છળીયા નગરમાં આસામવાસી મજૂરે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. સુનિલ નામના યુવકે લોકડાઉન બાદ બેરોજગાર અને ભૂખમારાને લઈને ફાંસો ખાધો હોવાની આંશકા સેવવામાં આવી રહી છે.

સાથે રહેતા મિત્રો ગત રોજ વતન જતા રહ્યા

મૂળ આસામનો સુનિલ ભેસ્તાન વિસ્તારમાં આવેલા છળીયા નગરમાં વતનવાસી કેટલાક મિત્રો સાથે રહેતો હતો અને નજીકમાં મજૂરી કરી ગુજરાન ચલાતો હતો. લોકડાઉન થતા બેરોજગાર થઈ ગયો હતો. મિત્રો ગત રોજ વતન જતા રહ્યા હતા. જોકે, સુનિલ પાસે રૂપિયા ન હોવાથી વતન જઈ શક્યો ન હતો. દરમિયાન આજે સુનિલનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર