Home Gujarati બરવાળાના ભીમનાથ ગામે એક કુંટુંબના બે જુથ વચ્ચે અથડામણ, 10ને ઇજા

બરવાળાના ભીમનાથ ગામે એક કુંટુંબના બે જુથ વચ્ચે અથડામણ, 10ને ઇજા

4
0

બરવાળા નજીક આવેલા ભીમનાથ ગામે એક જ કુટુંબના બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. સામસામે સશસ્ત્ર અથડામણમાં 8થી 10 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમાં ત્રણ વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે. બરવાળા ધંધુકા બંને શહેરમાંથી 108ને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને ધંધુકાને આરએમસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોના સમયે ક્વોરન્ટીન કરવા બાબતે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા