Home Gujarati ‘ધમણ-1થી સારવારના કારણે સિવિલમાં વધુ મૃત્યુ થાય છે?’

‘ધમણ-1થી સારવારના કારણે સિવિલમાં વધુ મૃત્યુ થાય છે?’

5
0

સ્વદેશી વેન્ટિલેટરના નામે ધમણ-1 સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં ઊભા કરી દેવામાં આવ્યા અને શું ધમણ-1થી સારવાર થાય છે એટલે જ સિવિલમાં મૃત્યુદર વધારે છે ? તેવો વેધક પ્રશ્ન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, ધમણ-1ના દર્દીની સારવારમાં ઉપલબ્ધ કરાવતા પહેલા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી લીધી કે નહીં ?
ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયાની મંજૂરી અંગે સરકાર પાસે જવાબ માગ્યો
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધમણ-1 વેન્ટીલેટરના મુદ્દે સરકારને ઘેરતા કહ્યું હતું કે, “કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની જિંદગી સાથે ધમણ ૧ ના નામે ગંભીર ખેલ ખેલ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીએ સસ્તી પ્રસિદ્ધિ, વાહવાહી, પોતાના મિત્રની કંપનીનું માર્કેટિંગ કરવા માટે ગુજરાતીઓની જિંદગીને દાવ પર મુકવાનું કામ કર્યું છે.
ચાવડાએ કહ્યું હતું કે, સરકારે ધમણ-1નું ઇન્સ્ટોલેશન કરતા પહેલા નિષ્ણાંતો પાસે અભિપ્રાયો મેળવ્યા હતા કે કેમ? તેનો સરકાર જવાબ આપે, સિવિલ હોસ્પીટલમાં 300 થી વધુ લોકોના મૃત્યુ થયા તે પૈકી કેટલા લોકોને ધમણ 1 હેઠળ સારવાર આપવામાં આવી? ઇન્સ્ટોલેશન કરતા પહેલા DGCIની કોઈ મંજુરી લેવામાં આવી હતી? મેડિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ તેમાં પણ ખાસ જો વેન્ટીલેટર હોય તો DGCIની મંજુરી આવશ્યક છે, નિર્માતાઓએ ધમણ-1 બનાવ્યું તે પહેલા કેટલા સમય સુધી અને કેટલા લોકો ઉપર તેનો ટ્રાયલ કરવામાં આવ્યો?
માનવ અધિકારનું હનન થાય છે: શેખ
સિવિલમાં દર્દીઓને માત્ર જુનિયર ડોક્ટરના ભરોષે છોડી દેવાય છે, કુદરતી હાજતે જતી વખતે તેઓ જાતે ઓક્સિજન માસ્ક હટાવે છે. દર્દીઓના માનવ અધિકારોનો ભંગ થતો હોવાથી માનવ અધિકાર પંચ સમગ્ર બાબતમાં દખલ કરે તેવી માગણી એમએલએ ગ્યાસુદ્દીન શેખે કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


‘Does Dhamman-1 cause more deaths in civil due to treatment?’