Home Gujarati દિલ્હી પોલીસે નિર્દેશમાં સ્વતંત્રતાની જગ્યાએ પ્રજાસત્તાક દિવસ લખી નાખ્યું

દિલ્હી પોલીસે નિર્દેશમાં સ્વતંત્રતાની જગ્યાએ પ્રજાસત્તાક દિવસ લખી નાખ્યું

142
0


દિલ્હી પોલીસના દક્ષિણ જિલ્લાના યુનિટે સ્વતંત્રતા દિવસને લઇને અમુક દિશા-નિર્દેશોની એક એડવાઇઝરી જારી કરી. તેમાં તેણે મોટી ભૂલ કરી સ્વતંત્રતા દિવસની જગ્યાએ પ્રજાસત્તાક દિવસ લખી નાખ્યું. આ ભૂલ વિરુદ્ધ મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરાઇ છે, જે અંગે આજે સુનાવણી થશે. અરજદાર મંજિતસિંહ ચુગે કહ્યું કે આ ભૂલ દર્શાવે છે કે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારી એડવાઇઝરી જારી કરતાં પહેલાં તેને ચકાસતા પણ નથી. 2016માં ભાજપના ચંદીગઢ યુનિટે પણ આવી જ ભૂલ કરી હતી. ત્યારે શુભેચ્છા સંદેશના બોર્ડ પર રક્ષાબંધનની સાથે સ્વતંત્રતા દિવસના બદલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપી દેવાઇ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today