Home Gujarati ડભોઇમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો, વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા 117 ઉપર...

ડભોઇમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો, વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા 117 ઉપર પહોંચી

19
0

વડોદરા જિલ્લાના ડભોઇમાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ડભોઇનામહુડી ભાગોળ વિસ્તારના52 વર્ષીય ઐયુબ તાઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને 117 ઉપર પહોંચી ગઇ છે.

મંગળવારે વડોદરામાં 2 લોકોના મોત થયા હતા
કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર લઇ રહેલા નાગરવાડા એક 58 વર્ષીય આધેડનું મંગળવારે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પ્રતાપનગરની 13 વર્ષીય કિશોરીનું પણ કોરોનાના કારણે મોત થયું હતું. વડોદરા શહેરમાં મંગળવારે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસો જાહેર થયા હતા.
પટણી કુટુંબના બીજા 2 અને પટેલ પરિવારના વધુ બે સભ્યો પોઝિટિવ
નાગરવાડાના પટણી પરિવારમાં પહેલા બે ભાઇ અરવિંદભાઇ અને અશોકભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પરિવારના 27 વર્ષીય ભાર્ગવ પટણીનું કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત નિપજ્યું હતું. હવે અશોકભાઇ-અરવિંદભાઇના પિતા ફકીરભાઇ પટણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત રેખાબેન પટણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આનંદનગરમા સત્યમ એપાર્ટમેન્ટમાં પાયલબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ મંગળવારે તેમની 15 વર્ષીય પુત્રી અને સસરા બીપીનભાઇ પટેલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
આજવા રોડની ફેસિલિટી ખાતે વધુ 79 પોઝિટિવ દર્દી ખસેડાયા
ગોત્રી કોરોના હોસ્પિટલમાં 160 જેટલા શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓ રાખવામાં આવ્યા હતા. આ દર્દીઓને આજવા રોડની એક ફેસિલિટી ખાતે ખસેડવાનો નિર્ણય કરાયો હતો. તે અંતર્ગત 81 દર્દીઓને સોમવારે રાત્રે 4 બસોમાં ખસેડ્યા હતા. મંગળવારે વધુ 79 દર્દીઓને ઇબ્રાહિમ બાવાની ટ્રસ્ટની ફેસિલિટી ખાતે ખસેડવામાં આવ્યાં હતા. તે પૈકીના ઘણા ખરાના રિપોર્ટ પોઝિટિવ છે પણ તેઓ આરામથી હરીફરી શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગોરવા કુરેશા પાર્કમાં પોઝિટિવ કેસ આવતા સેનિટાઈઝની કામગીરી