Home Gujarati ગોંડલમાં ધોધમાર 3 ઈંચ,અમરેલીમાં ધીમી ધારે વરસાદ, ભાવનગરમાં મકાન પર વીજળી પડતા...

ગોંડલમાં ધોધમાર 3 ઈંચ,અમરેલીમાં ધીમી ધારે વરસાદ, ભાવનગરમાં મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડુ પડ્યું

6
0

ઘણા દિવસના વિરામ બાદ આજે અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેથી ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ વીરપુર અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં ધોધમાર 3 ઈંચ વરસાદ પડ્યો હતો.ભાવનગરમાંએક મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડુ પડી ગયું હતું અનેઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતાં.

યાત્રાધામ વીરપુર અને ગોંડલમાં ધોધમાર વરસાદ
યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસ્યો હતો. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોર પછી ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ધોધમાર વરસાદમાં બાળકોએ ન્હાવાની મોજ માણી હતી. મગફળીના વાવેલા પાક ઉપર સારા વરસાદી ઝાપટા વરસતા ખેડૂતો ખુશ થયા છે. ગોંડલ પંથકમાં પણ ધોધમાર 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલના દેરડી, વેકરીસહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ સાથે જ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાય ગયા છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવતાં હતાં, પણ મેઘમહેર થતી નહોતી. ખેડૂતોએ વાવણી કાર્ય પણ પૂર્ણ કરી લીધું હતું અને મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતાં. ત્યારે આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને ખેતરમાં ઉભી મોલાતને જીવનદાન મળ્યું હતું. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદ પડતાં શહેરની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધારી, રાજુલા, હિંડોરણા, ખાખબાઈ અને મોટા આગરીયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

ખાંભામાં ધીમીધારે વરસાદ શરૂ
ખાંભા પંથકમાં લાંબા વિરામ બાદ આજે વરસાદ શરૂ થયો છે. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગરનાં કાળીયાબીડ વિસ્તારમાં મકાન પર વીજળી પડી
ભાવનગરમાં આજે કાળા ડિબાંગ વાદળો સાથેગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે કડાકા ભડાકા સાથે કાળીયાબીડ અક્ષરઘામ સોસાયટીમાં કુલદીપસિંહ જાડેજાના મકાનની અગાશી પર વીજળી પડી હતી. જેથીઅગાશીમાં રહેલ પાણીની ટાંકીને નુકશાન પહોચ્યું હતું અને સ્લેબમાં ગાબડું પડી ગયું હતી. આ સાથે જઈલેક્ટ્રીક વાયરીંગ અને ઈલેક્ટ્રીક ઈન્સ્ટ્રુમેન્ટને પણ નુકસાન થયું હતું.સદનશીબે કોઈને જાનહાની થઈ નથી. ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં.અને કુલદીપસિંહે જણાવ્યું હતું કે ખુબજ મોટા અવાજ સાથે વીજળી પડી હતી અને પાણીની ટાંકી, સ્લેબ અને ઈલેક્ટ્રીક વાયરીંગને નુકાસાન પહોંચ્યું છે.

(ભરત વ્યાસ-ભાવનગર,હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા, જયદેવ વરૂ-અમરેલી)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


rain in Amreli district