Home Gujarati ગુજરાતના ટિકટોક સ્ટાર્સ કહે છે ‘ટિકટોક ભલે બંધ થઇ ગઇ, દેશ ભાવના...

ગુજરાતના ટિકટોક સ્ટાર્સ કહે છે ‘ટિકટોક ભલે બંધ થઇ ગઇ, દેશ ભાવના સાથે કોઈ બાંધછોડ હોય જ નહીં’

3
0

કેન્દ્ર સરકારે સોમવારે સૌથી વધુ પ્રખ્યાત એવી ટિકટોક સહિત 59 જેટલી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે DivyaBhaskarના રિપોર્ટર્સ અનિરૂદ્ધસિંહ મકવાણા, આશિષ મોદી, જીગ્નેશ કોટેચાએલાખો ફોલોઅર્સ ધરાવતા અમદાવાદ,સુરત અને રાજકોટના ટિકટોક સ્ટાર સાથે ખાસ વાતચીત કરી છે.આ વાતચીત દરમિયાન આ ટિકટોક સ્ટાર્સે કહ્યું કે, ટિકટોક ભલે બંધ થયું, અમે બીજો રસ્તો શોધી લઈશુ પણ દેશ ભાવનામાં કોઈ બાંધછોડ હોય જ નહીં.

માત્ર એપ જ નહીં ચાઈનાની અન્ય વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએઃ આંચલ શાહ
જ્યારે અમદાવાદી ટિકટોક સ્ટાર આંચલ શાહે જણાવ્યું હતું કે ટિકટોક પર પ્રતિબંધ મામલે સરકારના નિર્ણય સાથે છું, પરંતુ સરકારે માત્ર એપ્લિકેશન જ નહીંઅન્ય ઘણી વસ્તુઓ છે જે ચાઇનાની છે તેના પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. મારા 2વર્ષથી 1.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તેનાથી મને ઘણો સારોફાયદો થયો છે મને લોકો ઓળખવા લાગ્યા હતા અને સારો અનુભવ રહ્યો છે. ટિકટોક સીધું મને કોઈ પેમેન્ટ નહોતું કરતું એટલે આર્થિક કોઈ નુકસાન નથી.ટિકટોક એક માત્ર વિકલ્પ નથી હું મોડલ છું એટલે શૂટિંગ તો ચાલે છે અને અત્યારે ભણવામાં પણ ધ્યાન આપું છું.

ચાર મિત્રોનું ગ્રૂપ છે જે ટિકટોક પર વીડિયો બનાવતા હતા: મિસ્ત્રી

પ્રતિબંધ યોગ્ય છે, દોઢ મહિનાથી વિડીયો બનાવવાનું બંધ છેઃ અમદાવાદી ટિકટોક સ્ટાર કુશલ
અમદાવાદના ટિકટોક સ્ટાર અને AMDAVADI MAN નામે એકાઉન્ટ ધરાવતા કુશલ મિસ્ત્રીએ DivyaBhaskar સાથે વાત કરતા જણાવ્યું કે, ટિકટોક પર મારા 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને સરકાર દ્વારા મુકવામાં આવેલો પ્રતિબંધ યોગ્ય છે. અમને વ્યુઅર અને ફોલોઅર્સ તરફથી કોમેન્ટ મળતી હતી કે તમે દેશને સપોર્ટ નથી કરતા અને અન્ય કોમેન્ટ આવતા દોઢ મહિનાથી અમે ટિકટોક વિડીયો બનાવવાનું જ બંધ કરી દીધું છે. ટિકટોક પર અમને ઘણું બધુ શીખવા મળ્યું છે. યુ ટ્યુબ પર પણ અમે વીડિયો બનાવીએ છીએ પરંતુ ટિકટોકમાં એક મિનિટનો શોર્ટ વિડીયો બનાવવાનો હોય છે, જેના માટે એક મિનિટમાં કઈ રીતે વીડીયો બનાવી લોકોને મનોરંજન પૂરું પાડવું તે શીખવા મળ્યું છે. ચાર મિત્રોનું ગ્રૂપ છે જે ટિકટોક પર વીડિયો બનાવતા હતા. હવે પ્રતિબંધ આવી જતા ઇન્સ્ટાગ્રામમાં અમે શોર્ટ વિડીયો બનાવી અપલોડ કરીશું. યુ ટ્યુબ પર અમારું કામ ચાલુ જ રહેશે.

મેહુલ આહિરના ટિકટોકમાં 5 લાખ ફોલોઅર્સ હતા

મહિને 50 હજારની ઇન્કમ હતી, પણ દેશ માટે બંધ કરી તે યોગ્ય છેઃ રાજકોટનો ટિકટોક સ્ટાર મેહુલ આહિર

દિવ્યભાસ્કરઃ તમારે ટિકટોકમાં કેટલા ફોલોઅર્સ હતા?
મેહુલઃ રાજકોટના ટિકટોક સ્ટાર મેહુલભાઇએ જણાવ્યું હતું કે, મારે ટિકટોકમાં 5 લાખ ફોલોઅર્સ હતા. ટિકટોકમાં થર્ડ પાર્ટી ઇન્કમ હોય છે. તમે જાહેરાત અને પ્રમોશન કરોને તે પ્રમાણે ઇન્કમ થતી હતી.

દિવ્યભાસ્કરઃ તમે ટિકટોકનો કેટલા સમયથી ઉપયોગ કરતા હતા?
મેહુલઃ હું એકાદ વર્ષથી ટિકટોકનો ઉપયોગ કરું છું.

દિવ્યભાસ્કરઃ આ એપ પર પ્રતિબંધ લાગ્યો છે તો શું અસર થશે?
મેહુલઃ ટિકટોક કેટલાય લોકો પોતાને મનોરંજન પૂરૂ પાડતા, પોતાની આવડત હોય તે બહાર લાવતા, આવા લોકો માટે તો તકલીફ રહેશે. પરંતુ આપણા દેશ માટે બંધ કર્યું છે તે યોગ્ય કહેવાય.

દિવ્યભાસ્કરઃ ટિકટોક બંધ કર્યું તે ફાયદાકારક રહેશે કે નુકસાનકારક, તમને શું લાગે છે?
મેહુલઃ યંગસ્ટર માટે મને ફાયદાકારક લાગે છે, જ્યારે જેનામાં ટેલેન્ટ હોય છે તેના માટે આ નુકસાનકારક છે, બાકી જે લોકો ટાઇમ પાસ કરતા હતા તે લોકો માટે ટિકટોક બંધ થઇ ગયું તે નુકસાનકારક જ કહેવાય.

દિવ્યભાસ્કરઃ હવે તમને કેટલું નુકસાન જશે?
મેહુલઃ
મારે મહિને 50 હજારની ઇન્કમ હતી. તે બંધ થઇ ગઇ જશે. એક એપ્લીકેશન મને એક વિડીયો પ્રમોટ કરવાના મને 2500 રૂપિયા આપતા હતા. ડેઇલી મારી પાસે આવી બેથી ત્રણ એપના કોન્ટ્રાક્ટ હતા. રોજ હું એક વિડીયો અપલોડ કરતો એટલે દરરોજની મારી 2500થી 3000ની ઇન્કમ હતી.

દિવ્યભાસ્કરઃ હવે તમે શું કરશો?
મેહુલઃ
આની જ કોમ્પિટીશનમાં બીજી એક ભારતીય એપ્લિકેશન આવી છે, તે લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો છે. આવી ત્રણ-ચાર એપ્લિકેશન આવી છે તે લોકો મને ડાયરેક્ટ વિડીયો અપલોડ કરવાના રૂપિયા આપે છે અને તેનો મને ફાયદો થશે. આથી મારે બીજી કોઇ એપ્લિકેશનનો કોન્ટેક્ટ નહીં કરવો પડે.

સુરતી ટિકટોક સ્ટાર પ્રિયા ગોલાણી

ટિકટોક ભલે બંધ થઇ, દેશ પહેલા જ હોય આ બધા કરતાઃ સુરતની ટિકટોક સ્ટાર પ્રિયા ગોલાણી

દિવ્યભાસ્કરઃ ટિકટોક બંધ થઇ ગયું,હવે આપ શું કરશો?
પ્રિયા ગોલાણીઃ 8-10 દિવસ આરામ કરીશ પછી ચોક્કસ વિચારીશ

દિવ્યભાસ્કરઃ શું ટિકટોક પર પ્રતિબંધ યોગ્ય છે,સરકારે સારો નિર્ણય કર્યો?
પ્રિયા ગોલાણીઃ આ બધા કરતા દેશ પહેલા જ હોય

દિવ્યભાસ્કરઃ ટિકટોકને કારણે આપને કેટલું આર્થિક નુકશાન થશે?
પ્રિયા ગોલાણીઃ હું તો ખૂબ જ ઓછા કમાતી હતી પણ વધુ કમાતા હતા એને અસર થશે એ વાત નકારી શકાય નહીં.

દિવ્યભાસ્કરઃ ટિકટોકમાં આપના કેટલા ફોલોઅર હતા?
પ્રિયા ગોલાણીઃ મારા1.5 મિલિયન ફોલોઅર હતા અને3 વર્ષથી સ્ટાર હતી.

દિવ્યભાસ્કરઃ ટિકટોકના આપના અનુભવો કેવા રહ્યા?
પ્રિયા ગોલાણીઃ બહું જ સરસ અનુભવ રહ્યો, સમય ક્યાં નીકળી જતો હતો એની ખબર નહોતી પડતી. પરિવાર સાથે મનોરંજન મળી જતું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ડાબેથી ટિકટોક સ્ટાર આંચલ શાહ અને સુરતી ટિકટોક સ્ટાર પ્રિયા ગોલાણી