Home Gujarati ગાંધીનગર જિલ્લામાં કન્ટેઇનમેન્ટમાંથી નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં નહીં જઈ શકાય: કલેક્ટર 

ગાંધીનગર જિલ્લામાં કન્ટેઇનમેન્ટમાંથી નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં નહીં જઈ શકાય: કલેક્ટર 

4
0

લોકડાઉન 4માં નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેપાર ધંધાની છૂટ છે અને તેમાં કોમર્શિયલ કેમ્પલેક્સમાં ઓડ ઇવનનો નિયમ લાગુ છે. જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાની દુકાનો ખુલી રાખવાની છે. ત્યારે કલેક્ટર ડૉ. કુલદિપ આર્યે જણાવ્યું કે લોકડાઉન શરતી ખોલાયું છે, નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી કરાશે. કોરોનાને રોકવા કલેક્ટરે ગોલ્ડન રૂલના અમલ પર ભાર મૂકતા કહ્યું કે માસ્ક પહેરવા, સમયાંતરે હાથ ધોવા અને સામાજિક અંતર જાળવવાનું છે. શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં બહારની વ્યક્તિએ પ્રવેશવાનું નથી અને ત્યાંના રહેવાસીએ નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવાનું નથી.
એક સેક્ટરનો ચેપ બીજા સેક્ટરમાં લાગ્યો છે ? આ પ્રશ્ને કહ્યું કે એમ કહી શકાશે નહીં પાટનગર અને કલોલમાં વધુ કેસ મુદ્દે જણાવ્યું કે શરૂના કેસ અમદાવાદના સંપર્કથી નોંધાયા પછી પોઝિટિવ દર્દીના પરિવારમાંથી અને ક્વોરન્ટાઇન કરાયેલા વ્યક્તિના કેસ બન્યા હતાં.
રાજ્યમાં 10 લાખે 2,174ની સામે પાટનગરમાં 3,041 ટેસ્ટ કરાયા
કોરોનાના દર્દી સતત વધી રહ્યાં છે, ત્યારે તંત્ર દ્વારા ઓછા કેસ દર્શાવવા માટે ટેસ્ટ કરવાની સંખ્યા ઘટાડી દેવાયાના આક્ષેપ થઇ રહ્યાં છે. કલેક્ટરે આ મુદ્દે કહ્યું કે દેશમાં દર 10 લાખ વ્યક્તિએ 1,725 ટેસ્ટ થયાં છે. તેની સામે ગુજરાત રાજ્યમાં 2,174 અને ગાંધીનગરમાં દર 10 લાખે 3,041 ટેસ્ટ કરાયા છે.
છૂટછાટનો દુરૂપયોગ ના કરશો, કેમ કે કોરોના હજુ સમાપ્ત થયો નથી
કલેક્ટરે કહ્યું કે સરકાર દ્વારા જનજીવનને રાબેતા મુજબ કરવા છૂટછાટ અપાઇ છે, તેનો દુરૂપયોગ કરવાનો નથી. કેમ કે કોરોના સમાપ્ત થયો નથી. જે વ્યક્તિ ગફલતમાં રહેશે તેને વાઈરસ લાગી શકે છે. ખરીદીના બહાને ફરવા નીકળવાની વાત વ્યક્તિ તેમજ આરોગ્ય માટે જોખમી બની શકે છે.
અમદાવાદના સંપર્કથી કેસ વધ્યા
અમદાવાદ સાથેના સતત સંપર્કના કારણે ગાંધીનગરમાં સંક્રમણના વધુ કિસ્સા સામે આવ્યા છે.– ડૉ. કુલદિપ આર્ય, કલેક્ટર ગાંધીનગર

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગાંધીનગર કલેક્ટર ડૉ. કુલદિપ આર્ય.