Home Gujarati કો-ઓપરેટિવ બેન્ક્સમાંથી આવતીકાલથી આત્મ નિર્ભર યોજનાનું ફોર્મ મળશેઃ અશ્વિની કુમાર

કો-ઓપરેટિવ બેન્ક્સમાંથી આવતીકાલથી આત્મ નિર્ભર યોજનાનું ફોર્મ મળશેઃ અશ્વિની કુમાર

5
0

રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે. નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.
20મેની સવારથી અત્યારસુધીની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ
રાજ્ય મંત્રી મંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક મળી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી અને અન્યમંત્રીઓ સંબંધિત જિલ્લા મથકોએ કલેકટર કચેરીથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં સહભાગી થયા હતા.
કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં DCGIના લાયસન્સની જરૂર નથીઃ જયંતિ રવિ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ ધમણ-1 ને લઈને સ્પષ્ટતા કરી હતી. ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ.
મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરો મુસાફરી કરી શકશે
લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે. ત્યારે એસટી બસને પણ તેમાં અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં મંજૂરી આપવામાં આવી છે. આ મામલે એસટીએ જણાવ્યું છે કે, આજ(બુધવાર)થી સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. આ મામલે એસટીએ જણાવ્યું છે કે, આજ(બુધવાર)થી સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. હાલ અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરથી અમદાવાદ અને આંતરરાજ્ય બસ સેવા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરો મુસાફરી કરી શકશે.
રાજ્યમાં સતત 21માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુકેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250)
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4મે376 (259)
5મે441(349)
6મે380 (291)
7મે388 (275)
8મે390 (269)
9મે394(280)
10મે398 (278)
11મે347 (268)
12મે362 (267)
13મે364 (292)
14મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)

રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા

રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના 1,54,674 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 12,141 પોઝટિવ અને 1,42,533 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 12,141 પોઝિટિવ કેસમાંથી 49 વેન્ટિલેટર પર છે જ્યારે 6330 દર્દી સ્ટેબલ છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 395 નવા કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીના મોત થયા છે અને 239 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
કુલ 12141 દર્દી, 719ના મોત અને 5043 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ89455763023
સુરત115655758
વડોદરા70032451
ગાંધીનગર190772
ભાવનગર114875
બનાસકાંઠા86477
આણંદ83874
અરવલ્લી82375
રાજકોટ82252
મહેસાણા80351
પંચમહાલ71654
બોટાદ56151
મહીસાગર53138
પાટણ53325
ખેડા51125
સાબરકાંઠા46215
જામનગર42222
ભરૂચ36325
કચ્છ5216
દાહોદ28016
ગીર-સોમનાથ2803
છોટાઉદેપુર22014
વલસાડ1514
નર્મદા13012
દેવભૂમિ દ્વારકા1202
જૂનાગઢ1203
નવસારી808
પોરબંદર503
સુરેન્દ્રનગર1003
મોરબી202
તાપી302
ડાંગ202
અમરેલી200
અન્ય રાજ્ય100
કુલ12,1417195043

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE, ST service will resume in five zones of the Gujarat state