Home Gujarati કોરોનાથી GSFCના નિવૃત્ત કર્મીનું મોત, નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા,...

કોરોનાથી GSFCના નિવૃત્ત કર્મીનું મોત, નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 730 થયા: હેર સલૂનમાં PPE કીટ પહેરીને હેર કટિંગ

6
0

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજેવધુ 18 દર્દીઓ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 730પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 35 ઉપર પહોંચ્યોછે.વધુ 16લોકો કોરોના મુક્ત થતાં અત્યાર સુધીમાં કુલ 453 દર્દી સાજા થયા છે.હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની 242 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, તે પૈકી 13ની હાલત હજી પણ ચિંતાજનક છે, જે પૈકી 8ને ઓક્સિજન પર અને 5ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાછે. શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા પાણીગેટના એક વયોવૃદ્ધ અને જીએસએફસીના નિવૃત્ત કર્મીનું મંગળવારે મોત થયું હતું. તેઓ 78 વર્ષના હતા. આ ઉપરાંત શહેરના વધુ 18 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સુરતથી આવેલા સેમ્પલમાં એક સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું આ ઉપરાંત વાડી, ગોરવા, યાકુતપુરા, સુભાનપુરા, જૂના લકડપીઠા, પાણીગેટ અને મોગલવાડા વિસ્તારોમાં પોઝિટિવ કેસો જાહેર થયા છે.
ભાઇલાલ અમીન હોસ્પિટલના 15 કર્મીનો ટેસ્ટ
ભાઇલાલ અમીન હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોની ફરિયાદના પગલે ઇન્સ્પેક્શન બાદ આજે કોરોના તંત્ર દ્વારા 15 કર્મીઓના કોરોના ટેસ્ટ લેવાયા હતા. જેમના આગામી દિવસમાં રિપોર્ટ જાહેર થશે. જ્યારે હોસ્પિટલના સત્તાવાર સૂત્રના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાંથી આજે અહીં નોકરી કરતા અને કોરોના પોઝિટિવ જાહેર થયેલા ચાર કર્મચારીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી, જેમાં 49 વર્ષના વિજય બોરાતકર, તેમની પુત્રી વૈભવી, નવાયાર્ડના ભાવના પરમાર તથા ફતેગંજની પ્રિયંકા કારપેન્ટરનો સમાવેશ થાય છે.
હેર સલૂનના કારીગરો પીપીઇ કીટ પહેંરીને કામ કરે છે
વડોદરા શહેરમાં લોકડાઉનમાં છૂટછાટ મળતાં નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હેર સલૂન અને ફરસાણની સહિતની દુકાન શરૂ થઇ ગઇ છે. વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં કેટલાક હેર સલૂનમાં સંચાલકો અને કારીગરો પીપીઇ કીટ સાથે હેર કટિંગ કરતા જોવા મળ્યા હતા. આમ લોકડાઉન 4.0નું ખુબ જ સાવચેતીથી અને ચુસ્તપણ પાલન કરવામાં આવી રહ્યું છે.
55 દિવસ બાદ લોકોએ નાસ્તો લેવા માટે લાઈનો લગાવી
વડોદરા શહેરના કડક બજાર માર્કેટ સહિત સમગ્ર શહેરમાં નોન-કન્ટેન્ટમેન્ટ બજારો ખુલ્યા છે. 55 દિવસ બાદ લોકોને સમોસા, ભજીયા અને ખમણ ખાવા મળતા લોકોએ લાઇનો લગાવી હતી અને દુકાનો ખુલતા જ વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. જોકે દુકાનોમાં ગ્રાહક ન બેસી શકે તે માટે દુકાનની અંદર જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રાહકોને નાસ્તો પાર્સલ કરીને આપવામાં આવી રહ્યો છે.ચોખંડી, નાની શાક માર્કેટ રોડ પર લોકોની ભારે ભીડ જામી
વડોદરા શહેરના ચોખંડી, નાની શાક માર્કેટ રોડ પર લોકોની ભારે ભીડ જામી હતી. પોલીસ અને RAF દ્વારા ટુ-વ્હીલર પર જતાં લોકોને રોક્યા હતા. તમાકુનું છૂટક વેચાણ કરતા વેપારીને ત્યાં લાંબી લાઇન લાગી હતી. જેથી દુકાન બંધ કરવી પડી હતી. આ ઉપરાંત રાજમહેલ રોડ મારીમાતાના ખાંચામાં મોબાઇલ રિપેરિંગ માટે લોકોની ભારે ભીડ લાગી હતી.વડોદરામાં કોરોના વાઈરસના આજે નોંધાયેલા 18 દર્દીઓના નામની યાદી

વડોદરામાં આજે કોરોના મુક્ત થયેલા 16 દર્દીઓના નામની યાદી

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Vadodara Live Lines line up for shopping at discounted markets, artisans at hair salons wear PPE kits and cut hair


Corona Vadodara Live Lines line up for shopping at discounted markets, artisans at hair salons wear PPE kits and cut hair