Home Gujarati કર્ફ્યુ અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી મહાલવા નીકળેલા સુરતીઓને પોલીસે પરત મોકલ્યા

કર્ફ્યુ અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી મહાલવા નીકળેલા સુરતીઓને પોલીસે પરત મોકલ્યા

4
0

મોજીલા સુરતીલાલાઓ દર શનિ અને રવિવારે સુરત દરિયાકાંઠે તેમજ સુરતની બહાર ફરવા ઉપડી જતા હોય છે. જોકે, હાલમાં કોરોનાની મહામારીને લઈને ડુમસના દરિયાકાંઠે કોઈપણને જવા દેવામાં આવતા નથી. બીજી તરફ હાલમાં લોકડાઉન બાદ અનલોક ચાલી રહ્યું છે. તેવામાં ગત રોજ કેટલાક સુરતીઓ ફરવા માટે ડુમસ ઉપડી ગયા હતા. મોટી સંખ્યામાં કાર અને બાઈક જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી સાંજે એરપોર્ટ નજીકથી લોકોને પરત મોકલ્યા હતા. રાત્રે પણ ડુમસ રોડ પર કર્ફ્યુ અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી મોટી સંખ્યામાં લોકો હોવાથી પોલીસને જહેમત ઉઠાવવી પડી હતી.

ઘરની બહાર નીકળી પડેલા લોકોને જોઈ પોલીસે કડક પગલા ભર્યા
શહેરમાં કોરોનાની ભયાનક સ્થિતી છે અને લોકોની લાપરવાહીથી પોલીસ અને પાલિકા માટે માથાનો દુઃખાવો બન્યો છે. શહેરના ડુમસ અને અન્ય પોશ વિસ્તાર ગણાતા વેસુ-વીઆઈપી રોડ, ગૌરથપથ રોડ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કોઈ પણ કારણ વગર પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે જ ઘરની બહાર નીકળી પડેલા લોકોને જોઈ પોલીસે કડક પગલા ભરવાનું શરૂ કર્યું હતું. આ સાથે કર્ફ્યુ અને સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા. ડુમસ તેમજ ઉમરા પોલીસે જાહેરનામાનું પાલન નહીં કરનારા લોકોની સામે કડક પગલાં ભર્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ડુમસ તેમજ ઉમરા પોલીસે જાહેરનામાનું પાલન નહીં કરનારા લોકોની સામે કડક પગલાં ભર્યા