Home Gujarati કચ્છમાં વ્યસન સામે કોરોનાનો ડર ગાયબ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા: દુકાનો બહાર વ્યસનીઓની...

કચ્છમાં વ્યસન સામે કોરોનાનો ડર ગાયબ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા: દુકાનો બહાર વ્યસનીઓની લાંબી લાઇનો લાગી

3
0

અંદાજે બે મહિના બાદ જિલ્લામાં પાન-માવાની દુકાનો ખોલવાની મંજૂરી તો મળતી હતી પરંતુ અપેક્ષા પ્રમાણે જ પ્રથમ દિવસ દુકાનો બહાર અવ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં. અનેક જગ્યાઓ પર પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. દુકાનો બંધ પણ કરવામાં આવી હતી. કલેક્ટરનું જાહેરનામુ રાત્રે મોડેથી જાહેર થયું હોવાથી અનેક તાલુકામાં વેપારીઓએ દુકાનો ખોલી જ ન હતી. તો વેપારીઓ પાસે માલ જ ન હોવાથી પણ દુકાનો ખોલી શક્યા ન હોવાનું બહાર આવ્યું હતું.
ભચાઉ: અહીં તો સ્થિતિ બેકાબુ બની હતી. તંબાકુના વેપારીઓની દુકાન પાસે જામેલી ભીડને પોલીસ પણ હટાવી ન શકતા આખરે દુકાનો બંધ કરવી પડી હતી. વહેલી સવારથી જ મેળા જેવો માહોલ જામ્યો હતો.વેપારીઓને દુકાનો પણ ખોલવી મુશ્કેલ લાગી હતી. પોલીસ આવી હોવા છતાં ભીડ બેકાબુ થઇ હતી. દુકાનોને પોલીસે બંધ કરાવી હતી. ત્યારબાદ 6 જેટલા વેપારીઓ પર જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો. ભચાઉના અરિહંત કોમ્પ્લેક્ષમાં આવેલી તંબાકુ- બીડી જેવી વેચાણની દુકાનો પર વહેલી સવારથી બંધાણીઓ અને નાની દુકાન ધરાવતા વેપારીઓની ભીડ લાગતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. તેવા વેપારીઓમાં અનમોલ ટ્રેડર્સના શંકરલાલ ઠક્કર, ઘનશ્યામ ટેડર્સના કામલપુરી બાવાજી, મગલમુર્તિ ટેડર્સના બાબુલાલ ઠક્કર, શ્રીજી ટ્રેડર્સના દિપક ઠક્કર, શાંતિલાલ કંસારા અને નીલકંઠ ટ્રેડર્સના ધવલ ઠક્કર સામે ગુનો દાખલ કરાયો હતો. પોલીસ હાજર હોવા છતાં ગુનો વેપારીઓસામે નોંધાતા પોલીસની નીતિ સામે પ્રશ્નો ઊભા થયાં છે.
નખત્રાણામાં માલ જ ન હોવાથી દુકાનો બંધ
નખત્રાણા: અહીં પાન-મસાલાની દુકાનો બંધ રહી હતી. વેપારીઅો પાસે માલ જ ન હતો. જેથી દુકાનો ખોલી ન હતી. મોટાભાગની દુકાનો બંધ રહી હતી. તો બીજીબાજુ વ્યસનીઅો અકળાઇ ઉઠ્યા હતાં. દુકાનો બંધ હોવાથી ગામમાં કઇ જગ્યાએ દુકાનો ખુલી છે તેના માટે અાટાંફેરા કરતા દેખાયા હતાં. નવો માલ આવે ત્યારે દુકાનો ખુલે તેમ છે.
લખપતમાં તો લોકોએજથ્થાબંધ ખરીદી કરી
લખપતમાં બે મહિનાથી વ્યસનીઅો પરેશાન હતાં. તેવામાં મંગળવારે દુકાનો ખુલતાની સાથે વ્યસનીઓતુટી પડ્યા હતાં. દયાપર, ઘડુલીમાં પાન-માવાના ધંધાર્થીઓની દુકાનો પર ભારે ભીડ ઉભટી હતી. ખાસ કરીને લોકોએ જથ્થાબંધ રીતે ગુટખા અને પાન-મસાલાની ખરીદી કરી હતી. ફરી પ્રતિબંધ ક્યાંક લાગી ન જાય તેની ચિંતામાં વધારે ખરીદી કરાઇ હતી. ગુટખાના પેકેટના રૂા.150ના બદલે રૂા. 400 લેવાયા હતાં.
ગઢશીશામાં વ્યસનીઓ થયા નિરાશ
ગઢશીશામાં પાન-માવાની દુકાનો ખુલતા બંધાણીઓ ઉમટી પડ્યા હતાં. નાના વેપારીઓ પણ માલ લેવા ઉમટ્યા હતાં. પરંતુ બંધાણીઓને પૂરતો જથ્થો ન મળતા નિરાશ થયાં હતા. વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓએ જથ્થાબંધ વેપારીઓને માલ બુક કરાવ્યો પરંતુ ભુજ માલ આવ્યો ન હતો. તેને આવતા હજુ બે-ચાર દિવસ નિકળી જશેે. લોકોને ફરી લોકડાઉન કડક થાયને બીડી- ગુટખા બંદ થાય તેવી ભીતિ છે. બંધાણીઓએ ભુજ – માંડવી તરફ પણ નજર દોડાવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona’s fear of addiction disappears in Kutch, Dhajagra of social distance: Long lines of addicts outside shops