Home Gujarati ઉધનામાં આવેલી સોનલ ઈન્ડ્સ્ટ્રીયલમાં 6 દુકાનોના તાળા તૂટ્યાં,તસ્કરો સીસીટીવીના DVR પણ લઈ...

ઉધનામાં આવેલી સોનલ ઈન્ડ્સ્ટ્રીયલમાં 6 દુકાનોના તાળા તૂટ્યાં,તસ્કરો સીસીટીવીના DVR પણ લઈ ગયા

4
0

ઉધના વિસ્તારમાં આવેલા સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરો બેફામ બન્યા છે. એક સાથે છ દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી હતી. રોકડ રકમની સાથે તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરીને તસ્કરો લઇ ગયા છે.પાનની દુકાનમાંથી તસ્કરો ગુટખાની પણ ચોરી કરી ગયા છે. ચોરીના બનાવ સંદર્ભે દુકાન માલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ શરુ કરી છે.

દુકાનદારોને બીજા દિવસે જાણ થઈ

લોકડાઉનમાં થોડી છૂટછાટ મળતા તસ્કરો પણ હવે ચોરી કરવા લગ્યા છે. સોનલ સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં 6 દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. પાનના ગલ્લા અને ઓફીસની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનું શટર તોડી તસ્કરો રોકડ રકમ સહિતની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. એટલું જ નહી તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરીને લઇ ગયા હતા બીજા દિવસે દુકાન માલિકોને દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓ ચોંકી ઉઠ્યા હતાં અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એક સાથે છ દુકાનમાં ચોરી થતાં પોલીસે તપાસ આદરી છે.