Home Gujarati ઉકાઈ ડેમમાં 22 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક, છેલ્લા 24 કલાકમાં સપાટી...

ઉકાઈ ડેમમાં 22 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક, છેલ્લા 24 કલાકમાં સપાટી 1 ફૂટ વધી

4
0

ઉકાઈ ડેમના કેચમેન્ટમાં આવેલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમમાં 22 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ગત રોજથી પાણીન આવક શરૂ થતા એક દિવસમાં સપાટીમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 318.60 ફૂટ નોંધાઈ છે.

ઈનફ્લો 22329 અને આઉટ ફ્લો 650
હાલમાં ડેમ ભયજનક સપાટીથી 27 ફૂટ દૂર છે. બીજી તરફ હજુ ચોમાસાની આખી સિઝન બાકી હોવાથી ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા તંત્ર એલર્ટ થયું છે. સપ્ટેમ્બર સુધીમાં ડેમની સપાટીને ઉત્તરોત્તર 345 ફુટ સુધી લઇ જવાશે. જેથી હાલની સપાટીને રૂલ લેવલની ઉપર લઇ જવાશે નહિં. 28 જૂને ઉકાઇ ડેમમાં પહેલીવાર 6619 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી. ત્યારબાદ સતત વધારો થઈ 50 હજાર ક્યુસેક પાણીની આવક સુધી પહોંચી ગયો હતો. હાલ 22329 ક્યુસેક પાણીની આવક છે અને 650 ક્યુસેક પાણીની જાવક છે. જ્યારે હથનુર ડેમની સપાટી 209.490 મીટર અને ડિસ્ચાર્જ 1895 ક્યુસેક છે.

ઉકાઈ ડેમના કેચમેન્ટમાં વરસાદ(મીમી)

હથનુર13
ગીરના20
ટેસ્કા3
ચીખલધરા2
દેડતલાઈ2
બુહરાનપુર3
ભુસાવલ2
ધુલીયા3
સાવખેડા1

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઉકાઈ ડેમની ફાઈલ તસવીર