Home Gujarati અશ્વેતો ઓછા બુદ્ધિશાળી, ઓછા નૈતિક , ઓછા સક્ષમ હોવાની સદીઓ જૂની માનસિકતા...

અશ્વેતો ઓછા બુદ્ધિશાળી, ઓછા નૈતિક , ઓછા સક્ષમ હોવાની સદીઓ જૂની માનસિકતા હજી જીવંત છે

10
0

(આ આર્ટીકલ દિવ્ય ભાસ્કર માટે અમેરિકાથી પ્રોફેસર હેમંત શાહે લખ્યો છે. હેમંત શાહ સ્કૂલ ઓફ જર્નાલિઝ્મ એન્ડ માસ કમ્યુનિકેશન, યુનિવર્સિટી ઓફવિસ્કોન્સિન-મેડિસનના ડિરેક્ટર છે.)

આફ્રિકન અમેરિકન્સ સામે ગોરાઓની હિંસાની એક સામાન્ય પેટર્નનું કારણ શું છે, કે જેમાં નિઃશસ્ત્ર અશ્વેત પુરુષની પોલીસ દ્વારા હત્યાનો આટલો ચોક્કસ સિલસિલો જોવા મળે છે? નિષ્ણાતો પરંપરાગત રીતે અમેરિકાના સંસ્થાવાદ અને સંસ્કૃતિમાં પદ્ધતિસરના વંશવાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ વાત તો ખરેખર સાચી છે, પરંતુ વંશવાદનો વાઈરસ કાંઈ આમજ આસમાની સુલ્તાનીની જેમ નથી અવતર્યો. આફ્રિકન મૂળના લોકો પ્રત્યેની ઘૃણા અને શત્રુતાનો હિનભાવ તો સદીઓ જૂનો છે, જેના મૂળિયા આપણને છેક યુરોપિયનો અને આફ્રિકનો વચ્ચેના આરંભિક કાળના ઘર્ષણો સુધી ખેંચી જાય છે. કથિત ખ્રિસ્તીઓ દ્વારા આફ્રિકનોને ગુલામ બનાવવાની પ્રથાનો વિરોધ ગુલામ શબ્દની નાબુદી વિના તો શક્ય જ નથી.

યુરોપિયનો શરૂથી અશ્વેત આફ્રિકનોને હીન કક્ષાના અને અમાનવ ગણતા જેથી આફ્રિકનોને ગણોતિયાની જિંદગી જીવવા તરફ ઢસડી જવા જરૂરી નિઃશબ્દ બર્બરતા અને જોર-જુલમ સાથે તેમને જીવતા કરી શકાય. સદીઓ જૂની ગુલામીપ્રથાનો અંત આવ્યો અને આફ્રિકન અમેરિકનો આઝાદ થયા, તે પછી પણ ઘણા ગોરાઓ હજીય એવું માને છે કે અશ્વેતો તેમના કરતા ઉતરતી કક્ષાના છે. એવા અઢળક ગોરાઓ અહીં મળી આવશે જે ત્યારે પણ માનતા હતા અને અત્યારે પણ એવું માને છે કે- આફ્રિકન અમેરિકનો તો વારસાગત રીતે ગોરી ચામડીવાળા લોકો કરતા ઓછા બુદ્ધિશાળી, ઓછા નૈતિક અને ઓછા સક્ષમ છે. એટલું જ નહીં, પરંતુ એવી પણ છાપ ઉપસાવાઈ છે કે આફ્રિકન અમેરિકનો વધુ આક્રમક, હિંસક અને ગુનાઈત વર્તણૂંકને સહેલાઈથી અપનાવી લેનારા હોય છે.

દેખાવો દરમિયાન અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

અશ્વેતો પ્રત્યેના આ જ હીનભાવના મૂળિયા હવે અમેરિકન સંસ્કૃતિમાં ઊંડા ઉતરી ગયા છે. એ વાત નિશ્ચિત છે કે, હાઉસિંગ, આરોગ્ય સેવા અને શિક્ષણ ક્ષેત્રમાં આફ્રિકન અમેરિકનો સાથે કરાતા ભેદભાવ એ આ અશ્વેત હીનભાવની વિચારધારાની જ દેણ છે. આ વિચારધારા એ સમજવામાં પણ મદદરૂપ થાય છે કે શા માટે આફ્રિકન અમેરિકનોની પોલીસ દ્વારા ફક્ત તેમની જીવનશૈલીમાં જીવવા- કાર હંકારવા, ચાલવા, ખરીદી કરવા, રમવા, સંગીત સાંભળવા, ઉજાણી કરવા, તેમની કારમાં બેસી રહેવા અથવા તેમના પોતાના ઘરમાં ઊંઘી જવા બદલ હત્યા કરાય છે. જો અશ્વેતપણું એ ખરેખર હીનભાવની નિશાની તરીકે સ્વીકૃત હોય, તો આ દુનિયાના ડેરેક ચૌવિનને તો પોતાની જિંદગી માટે કરગરતા કોઈ નિઃશસ્ત્ર અશ્વેત માણસનો જીવ હણવામાં કશું ખોટું ન જ લાગે- કારણ કે આ એવો જીવ છે જેના પ્રત્યે આદરની વાત તો જવા દો, પણ ચૌવિનને મન તેની કોઈ કિંમત જ નથી.

જ્યોર્જ ફ્લોઈડની હત્યાને પગલે મિનેપોલિસ તથા ન્યૂયોર્ક, શિકાગો, હ્યુસ્ટન, એટલાન્ટા, લુઈસવિલે અને લોસ એન્જલસ સહિત અમેરિકાના અન્ય શહેરોમાં દિવસો સુધી અંધાધૂંધી ફેલાયેલી છે. પહેલાં તો દેખાવો શાંતિપૂર્ણ હતા પરંતુ જોતજોતામાં હિંસા માટે તત્પર જૂથોએ તેને અગનજ્વાળાઓમાં લપેટી લીધા. એવું કહેવાય છે કે, તોફાની તત્ત્વો એવા લોકોને હવે અસંવૈધાનિક કરવા ઈચ્છે છે જેઓ પોલીસ હિંસા સામે દેખાવો કરી રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં, ઘણા શહેરોમાં પોલીસે ઘણા શહેરોમાં પ્રત્યાઘાતી વલણ અપનાવતાં, દેખાવકારો પર રબર બુલેટ્સ અને ટીયર ગેસના શેલ છોડ્યા છે. અમુક દેખાવકારોને શિલ્ડ અને બેટન વડે મારવામાં આવ્યા છે. અમુક સ્થળે પોલીસ એ હદે આક્રમક બની ગઈ હતી કે, કોઈ એવું કહે કે આજે તો અમે પોલીસે કરેલા રમખાણો જોયા તો તેમાંય લગીરે અતિશયોક્તિ નથી.

અમેરિકામાં ઈસ્ટથી લઈને વેસ્ટ કોસ્ટ સુધી દેખાવકારોએ અસંખ્ય દુકાનોમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી.

અહીં જ ડોનાલ્ડ ટ્રમ્પનો નાટ્યપ્રવેશ થાય છે, જેમણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું.દેખાવકારો સામે વધુ આકરું વલણ અખત્યાર કરવાનો બેફામ વાણીવિલાસ કરીને વોશિંગ્ટન ડી.સી.માં દેખાવકારોને જેર કરવા યુએસ મિલિટ્રીના જવાનો અને સાધનોનો ઉપયોગ કરવાની ધમકી આપીને (અને અંતે તેને અધિકૃતતા આપીને) ટ્રમ્પે સ્થિતિને વધુ વણસાવી. ટ્રમ્પના આ પગલાંને ભલે તેમના કટ્ટર રાજકીય સમર્થકોએ વધાવી લીધા હોય, પરંતુ આમ અમેરિકન પ્રજા તેનાથી ખુશ નથી. ફ્લોઈડ હત્યાકાંડના એક સપ્તાહ બાદ જૂન 2020ના આરંભે રોઈટર/ઈપ્સોસે એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં જણાયું કે, ટ્રમ્પે જે રીતે ફ્લોઈડ હત્યાકાંડમાં કામ લીધું તેને ફક્ત 33% જવાબ આપનારાની જ સંમતિ હતી. જ્યારે 55% લોકોએ તેને નામંજૂર કર્યું હતું. રોઈટર/ઈપ્સોસના સર્વેમાં એ પણ જણાયું કે, પ્રમુખપદ માટેના આમને-સામને જંગમાં જોસેફ બાઈડેન કરતા ટ્રમ્પ હાલ પાછળ છે. બાઈડેનને 51% જ્યારે ટ્રમ્પને 46% સમર્થન છે.

ટ્રમ્પને મુખ્ય સમર્થન તેમના કટ્ટરવાદી ટેકેદારોનું છે જેઓ કદી તેમનો સાથ નહીં છોડે. ટ્રમ્પને સમર્થનની બીજી પરત વોશિંગ્ટન ડી.સી.માં બેઠેલા રિપબ્લિકન સાંસદોની છે, જેઓ માટે સત્તામાં ટકી રહેવા ટ્રમ્પનું સમર્થન કરવું અનિવાર્ય છે. જો કે, હવે ટેકાની આ પરત ધીરે-ધીરે જીર્ણ થઈ રહી છે. આદરણીય નિવૃત્ત લશ્કરી અધિકારીઓ કે જેઓ ટ્રમ્પ કેબિનેટમાં સેવા આપી ચૂક્યા છે તેમાંના જનરલ જેમ્સ મેટ્ટીસ અને જનરલ જેમ્સ કેલી પણ ઘરેલુ પોલીસની કામગીરી માટે લશ્કરી દળોનો ઉપયોગ કરવાના ટ્રમ્પના નિર્ણયની ટીકા કરી ચૂક્યા છે. સેનેટર લિઝા મુસ્કોવ્સ્કી કે જેઓ અલાસ્કાના રિપબ્લિકન સેનેટર છે, તેઓ મેટ્ટીસ અને કેલીની વાત સાથે સંમત છે. સેનેટર મેજોરિટી લીડર મિચ મેકકોનલ પણ ટ્રમ્પનાં પગલાંના બચાવમાં આવવા ઈનકાર કરી ચૂક્યા છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, તેઓ “બીજાનાં પગલાંઓને વખોડવા” નથી માગતા.

નિષ્ણાતોના મતે રંગભેદના મુદ્દા બાદ આવનારી રાષ્ટ્રપતિપદ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર નિશ્ચિત મનાય છે.

2020ની પ્રમુખપદની ચૂંટણીને હજી પાંચ મહિનાની વાર છે અને રાજકીય ચિત્ર બદલી શકે તેવું ઘણું બની શકે છે. આવું થવાનું જ છે, તે જ નિયતી છે. પરંતુ એક વાત નક્કી છેઃ ટ્રમ્પે જે રીતે કોરોનાવાઈરસ મહામારી અને અમેરિકન વંશવાદના અનંત વાઈરસની સ્થિતિને સંભાળી છે તેની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો પર અવશ્ય નિર્ણાયક અસર પડશે. એક જૈવિક વાઈરસ છે અને બીજો સામાજિક-સાંસ્કૃતિક વાઈરસ- આનાથી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પની હાર અને જો બાઈડેનની જીત થઈ શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


George Floyd death: Whites continued to believe African Americans are inherently less intelligent, less moral, less capable than whites