Home Gujarati અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં બિહારના અને ફિલિપાઇન્સના 2-2 ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ...

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં બિહારના અને ફિલિપાઇન્સના 2-2 ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

3
0

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં અન્ય રાજ્યમાંથી આવેલા 4 ક્રૂ મેમ્બરનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બિહારના શૈલેન્દ્ર શર્મા (ઉં.વ.52) અને સિદ્રિકી તૈયબ હૈદર (ઉં.વ.40)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ફિલીપાઇન્સના કોમારોવ પાઉલો (ઉં.વ.31) અને કેમરીનો કેન્ટ કેબનાસ (ઉં.વ.44)નો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ક્રૂ મેમ્બર કયા શીપમાં અલંગ આવ્યાં હતા તે અંગે કોઇ માહિતી મળી શકી નથી.

અમરેલીમાં આજે એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે.ભાવનગરમાં આજે 4કેસ અને ગોંડલમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાંકુલ કેસ 262 થયા છે. જેમાંથી 98 દર્દીઓ સારવાર હેઠળ છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે.એક તરફ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને કારણે જે લોકો ક્યાંય ગયા નથી તેમને ચેપ લાગી રહ્યા છે. તેથી દરેકમાં ટ્રાવેલ હિસ્ટ્રી લેવા કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આજે પાંચ કેસ નોંધાયા છે. જેમાં ધોરાજીમાં બે, જેતપુરમાં એક, ગોંડલમાં એક અને વીંછિયામાં એક કેસ નોંધાયો છે.

અમરેલીમાં એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા
આજે અમરેલીમાં એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 1 મહિલા અને 9 પુરૂષનો સમાવેશ થાય છે.જ્યારે સાવરકુંડલાના ગોરડકાના 40 વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત નિપજ્યું છે. આમ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 80 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 6 લોકોના મોત, 33 ડિસ્ચાર્જ અને 41 કેસ એક્ટિવ છે. મહત્વનું છે કે ગઈકાલે પણ એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

ગોંડલમાં એક કેસ પોઝિટિવનોંધાયો
ગોંડલના યોગીનગર શેર નં-5માં રહેતા 46 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. કોરોના પોઝિટિવ દર્દી 4 દિવસ પહેલા સુરતથી ગોંડલ આવ્યાં હતાં. હાલ તો હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં એક કેસ પોઝિટિવ
ગીર સોમનાથ જિલ્લાાનાઉનામાં 80 ફૂટ રોડ પર રહેતા મોહમદ તાહેર સિદ્દીકી (ઉં.વ.-55)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

ભાવનગરમાં 3 કેસપોઝિટિવ નોંધાયા
ભાવનગરમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. કાળીયાબીડ પટેલ પાર્ક પ્લોટ નં.4690માં રહેતા જીવરાજભાઇ કાનજીભાઇ ઇટાલીયા (ઉં.વ.64), કૃષ્ણનગર અખાડા પાસે રહેતા અને ડી.એસ.પી ઓફીસ પાસે દુકાન ધરાવતા અમિતસિંહ પ્રતાપસિંહ વેગડ (ઉં.વ.42) અને સુરતમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ચૌહાણ (ઉં.વ.39)નો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ કાળીયાબીડ વિરાણી સર્કલ ગોકુલઘામ સોસાયટીમાં રહેતાં અને કોર્પોરેશનમાં રીકવરી ઓફીસર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ હાવલીયા (ઉં.વ.54) જે અગાઉ મનપાના કર્મચારી પોઝિટિવ રિપોર્ટ આવેલ તેના સંપર્કમાં હતા તબિયત બગડતાં સેમ્પલ લેવામાં આવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ભાવનગરમાં 7દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપાયો
ભાવનગરમાં સત્યનારાયણ સોસાયટીમાં રહેતાં દર્શનલાલ ટીનુમલ રંગલાણી (ઉં.વ. 61) , ટોપ થ્રી સર્કલ ગોપાલનગરમાં રહેતાં શીલા દયારામ જાની (ઉં.વ.27), પાલિતાણા રહેતા મધુકરભાઇ શશીકાંતભાઇ વોરા (ઉં.વ.45),રાજુલાના ભેરાઈ અગરીયાવાડમાં રહેતાં મનીષ ઉર્ફે લાલુ બાબુભાઇ મકવાણા (કેદી) (ઉં.વ.28), અમદાવાદ ન્યુ મઘુકર પાર્કમાં રહેતા જગદીશભાઇ માલાજી ગોહિલ (કેદી) (ઉં.વ.57), અમદાવાદ કાટડીયા વડ પરવડી વાલો ખાંચામાં રહેતા રાજેન્દ્રભાઇ ભુરાજી ચૌહાણ (કેદી) (ઉં.વ.46) અને વલ્લભીપુર પાટીવાડા, પોસ્ટ ઓફીસ પાસે રહેતા ધર્મિકભાઇ ધનજીભાઇ કનેરીયા (ઉં.વ.25) વર્ષ તમામના સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ જયાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે.

હાલ 98 દર્દીઓસારવાર હેઠળ
રવિવારે રાજકોટ જિલ્લાના 5, શહેરના 3 અને મોરબીના 1 સહિત 9 દર્દીઓ કોરોનામુક્ત થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. હજુ પણ 98 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં 29 અને રાજકોટની સિવિલમાં 69 દર્દીઓ દાખલ છે. આ પૈકી રાજકોટ શહેરના 36 અને જિલ્લાના 31 સહિત 68 દર્દીઓ સારવાર હેઠળ છે.આ સાથે જ રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે.આ ઉપરાંત પોઝિટિવ આવેલા દર્દીના પરિવારજનોને ક્વોરન્ટાઈન પણ કરાયા છે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સૌરાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં સતત વધારો