Home Gujarati અમરોલીમાં છાણા થાપવાની તકરારમાં કાકા ભત્રીજા પર તેના જ સગાએ જીવલેણ હુમલો...

અમરોલીમાં છાણા થાપવાની તકરારમાં કાકા ભત્રીજા પર તેના જ સગાએ જીવલેણ હુમલો કર્યો

10
0

અમરોલીના ઉત્રાણ ખાતે આવેલા તબેલામાં છાણાં થાપવા બાબતની તકરારમાં પશુપાલક કાકા ભત્રીજા પર તેમના જ સગાઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડ્યોના બનાવ બન્યો છે.હાલ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

છાણ ન નાખવા મુદ્દે બોલાચાલી થયેલી

પોલીસે પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉત્રાણ ગામ ગરનાળા પાસે આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતા હર્ષિલ જય્ંતિ આહિર અને તેના કાકા ધર્મશભાઇ નાગરભાઇ આહિર ઉત્રાણ ગામ બાબા ભંગારવાળાની બાજુમાં ભેંસનો તબેલો ધરાવે છે.આ તબેલાની બાજુમાં જ તેમના સંબંધી રહે છે. જોકે, તેમની વચ્ચે કોઇ બાબતે તકરાર ચાલી રહી છે. બુધવારે સવારે છાણ વાસીદુ કરીને તબેલામાં નોકરી કરતા ભીખા પટેલ છાણા થાબતા હતા. ત્યારે પડોશમાં રહેતા વૈશાવી ગીરીશ આહિર અને ધનુબેન આહિરે છાણ નહીં નાખવાનું કહેતા તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી.

હત્યાનો ગુનો નોંધાયો

બોલાચાલીમાં ધર્મશભાઇ આહિર વચ્ચે પડતા બંને મહિલાઓએ ધર્મેશભાઇને ગાળો આપી ધોલધપાટ કરી હતી. મહિલાઓની આ હરકત અંગે ધર્મેશભાઇ ગીરીશના ઘરે જઇને કહેવા જતાં ગીરીશ ઉર્ફે કાળુ ઉશ્કેરાયો હતો અને લોખંડના સળિયા વડે ધર્મેશભાઇના માથામાં વાર કરતા તે લોહીલુહાણ થઇ ગયા હતા. બનાવની જાણ થતા હર્ષિલ તેને બચાવવા માટે દોડી આવ્યો હતો. ત્યારે ગીરીશ અને સાગરે હર્ષિલ પર પણ લોખંડના પાઇપ વડે માથામાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. અને બીજીવાર અહિં આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


છાણાની બબાલમાં પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો(પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે)