Home Gujarati અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIનું કોરોનાથી મોત

અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIનું કોરોનાથી મોત

8
0

કોરોના વાઇરસના કેસો અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે. સાથે સાથે મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ કોરોનાનાં ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. શહેર પોલીસમાં ફરજ બજાવતા વધુ એક પોલીસકર્મીનું કોરોનાનાં કારણે મોત થયું છે. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI ગોવિંદભાઈ બાબુભાઇનું કોરોનાની બિમારીની સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જેને લાઇ પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઇ છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ અને રાજયમાં કુલ 3 પોલીસકર્મીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ASI died due to corona virus in Ahmedabad